[:gj]દેશના ૧૯ જેટલા પ્રતિષ્ઠિત ઊદ્યોગ સંચાલકો- CEO જોડાશે[:]

[:gj]આગામી ૧૮ જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી કડીમાં દેશના
૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓઝ ઉપસ્થિત રહેવાના છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જે સમારોહ યોજાવાનો છે તેમાં…રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી, તાતા સન્ના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા
ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના ચેરમેન શ્રી
અદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી તુલસી તંતી, કેડિલા હેલ્થકેરના ચેરમેન શ્રી
પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન શ્રી સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન શ્રી બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા
બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ શ્રી ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી
રાજીવ મોદી, આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ પુરી, ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને
સીઆઇઆઇના પ્રેસિડેન્ટ શ્રી રાકેશ ભારતી મિત્તલ, હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી
અને ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી સંદીપ સોમાની, વેલસ્પન લિ.ના ચેરમેન શ્રી બી. કે. ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન
શ્રી દીપક પારેખ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી રજનીશ કુમાર, ઓએનજીસીના ચેરમેન શ્રી શશી શંકર,
આઇઓસીએલના ચેરમેન શ્રી સંજીવ સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.[:]