[:gj]ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક, કોણ છે આશિષ ભાટિયા?[:]

[:gj]ગુજરાતના નવા DGP તરીકે 1985 બેચના IPS અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને મુકવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જે આજે પુરું થયું છે. ગુજરાત સરકાર દ્વારા UPSCને ત્રણ નામ મોકલવામાં આવ્યા હતા જેને UPSCએ મહોર માર્યા પછી ગુજરાત સરકારે આશિષ ભાટિયાને DGP બનાવવાનો નિર્ણય કર્યો છે.

DGPની રેસમાં આશિષ ભાટિયાનું નામ સૌથી આગળ હતું. આમ ગુજરાતને 38 મા DGP તરીકે આશિષ ભાટિયા મળ્યા છે. હાલમાં તેઓ અમદાવાદના પોલીસ કમિશનર છે. શનિવારે એટલે કે આવતીકાલે તેઓ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ છોડી ગુજરાતના પોલીસ વડા તરીકેનું પદ ગ્રહણ કરશે. હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ થશે તેની જાહેરાત આગામી એકાદ દિવસમાં થશે.

આ તમામ અધિકારીઓ માંથી પ્રજા માટે સર્વ શ્રેષ્ઠ કામગીરી આશિષ ભાટીયા સાહેબની છે. ઈમાનદાર, મહેનતુ અને ઓનેસ્ટ છે. તેમજ ક્રિમીનલો એમના નામથી ડરે છે. હવે ગુજરાતની પ્રજાને એ જોવાનુ રહ્યુ કે બીજેપી સરકાર એમના માનીતા અધિકારી ને ગુજરાતના DGPની પોસ્ટ આપે છે કે પ્રજાના હિતમાં કામ કરતા અધિકારીને DGP પોસ્ટ આપીને પ્રજાનું હીત જોવે છે

આ છે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા સાહેબ બસ જનતા સિર્ફ આટલુ જ જાણતી હશે. જ્યારે આ સાહેબ અમદાવાદમાં સેક્ટર 2 માં ડી.સી.પી.ની પોસ્ટ ઉપર હતા ત્યારે તેમણે અમદાવાદની પ્રજા માટે સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલ છે જાણો:

 • આ આશિષ ભાટીયા સાહેબ નો એક જ ધ્યેય અનેં એક જ શબ્દો હતા કે હવે અમદાવાદમાં બીજો લતીફ ડોન બનવા નહીં દઈએ.
 • એક સમયે ક્રમિનલો ને પકડવામાં આખા ભારત દેશ ભરમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચનો નંબર વન કહેવાતો હતો તેવા સમયે ક્રિમિનલોને પકડીને જેલ માં  નાખીને અમદાવાદ પોલીસ ખાતાને નંબર વન બનાવનાર આજ આશિષ ભાટિયા સાહેબ હતા.
 • અમદાવાદમાં માં થયેલ બોંમ બ્લાસ ના આરોપીઓ ની સોધ ગણતરીના કલાકોમાં કરેલ અને ગણતરીના દિવસોમાં જ પકડીને બધા આરોપીઓ ને જેલમાં મોકલી આપેલ
 • આ આશિષ ભાટીયા સાહેબે રાત-દિવસ ખાધા-પિધા વગર પોતાની ટીમ સાથે ઉભા રહીને અમદાવાદના કહેવાતા તમામ મોટાભાગના ક્રમિનલો (ગુન્હેગારો) ને પકડીને જેલ ભેગા કરેલ અને જેલમાં સૌથી વધારે આરોપીઓ ભરવાનો નો રેકોર્ડ બનાવેલ..
 • સૌથી માથાભારે ગેંગો નો સફાયો કરેલ જે:
  • ગેટીયાગેંગ,
  • ફેક્ચરગેંગ,
  • લાકડાગેંગ,
  • એમ.પી.ની બહુ મોટી ઘરફોડ ચોરીઓ અને લૂંટો કરતી પારગી ફુગ્ગાગેંગ,
  • દુકાનોના શટરો તોડતી ચીકલીગર ગેંગ,
  • ટ્રકો લૂંટતી સરદારોની ખાલસા ગેંગ,
  • રાત્રે ધાડ પાડીને ઘરફોડ કરતી લૂંટો કરતી ચડ્ડીબનીયાન ગેંગ,
  • છારા ગેંગ, મહમદ ટેંપાની ગેંગ જેમાં ઝાંસીથી આવેલ યુ.પી.ના આરોપીઓ હતા,
  • નાસિર બાજરા ગેંગ,
  • રાજુ મહેન્દ્રની ચૈન સ્નેચીંગ, ઘરફોડ ચોરી, મર્ડર, લૂંટો કરતી, ગણા આરોપીઓ ની ગેંગ,
  • અમરાઈવાડી ની મુકેશ બલ્લુની ગેંગ.
  • સત્તાર ટાંકી નારોલ ની ડીઝલ ચોરી ગેંગ.
  • અમરાઈવાડી ની વિષ્નુ મારવાડી ની ગેંગ.
  • અશોક ગાંડી ની નરોડાની ગેંગ.
  • તેમજ ગણા હથિયારોના આરોપીઓ ને પકડી ને અમદાવાદમાં ગણી શાંતિ કરેલ.

આ તમામ ગેંગોમાં ગણા મોટા માથાભારે શખ્સો હતા. જેઓ ગુન્હા આચરવામાં પોલીસથી ડરતા ન હતા. આવા આરોપીઓ ને જેલમાં મોકલીને પોલીસ કોને કહેવાય એ બતાવેલ. દરેકની એક ગુન્હા ડીટૈન કરવાની પોતાની ટ્રિક હોય છે. આશિષ ભાટીયા સાહેબ જોડે એવી ટ્રિક હતી કે એમના દ્વારા પકડાયેલા આરોપીઓ બીજી વખત ગુન્હા કરવાનુ સ્વપ્નને પણ વિચારતા ન હતા. આમ અનેક ગેંગ નો અંત લાવેલ છે.[:]