[:gj]દરિયાના કાચબા સામે દ્વારકામાં જોખમ [:]

[:gj]જામનગરથી દ્વારકાનાં દરિયા કાંઠા પર ઓખા મઢી બીચ પર કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી  45 હજાર જેટલા દરિયાઈ કાચબાઓને ઉછેરીને દરિયામાં છોડવામાં આવ્યા છે. 10થી 7 કરોડ વર્ષ પહેલાના યનાસોર યુગથી કાચબા ઈંડા મૂકવા આવે છે. લાખો કાચવાના બચ્ચાને જામનગરથી પોરબંદર સુધીના દરિયા કાંઠે ઉછેર પામે છે. હવે તેમના પર જોખમ આવીને ઊભું છે. ખનીજ માફિયાઓ કાંઠાની રેતી ઉપાડી લઈને તેને મરઘા ફાર્મને વેચી રહ્યાં છે.

દ્વારકાથી જામનગર તરફ જતા નેશનલ હાઇવે પર આવેલા આ સુંદર રમણીય દરિયા કાઠા પાર હંમેશ પ્રવાસીઓની અવર જ્વરથી પ્રભાવી રહે છે. અહીંના કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓ માટેના ઉછેર માટે કુત્રિમ માળાઓ તૈયાર કરીને હેચરીમાં તેને ઉછેરવામાં આવે છે.

દરેક કચબીના ઈંડાઓને કુત્રિમ માળામાં રાખી 50થી 60 દિવસ સાચવવામાં આવે છે. અહીંના કર્મચારીઓ વહેલી સવારે કે મોડી રાત્રીના દરિયા કાંઠા પર ધ્યાન રાખી કાચબી ક્યાં ઈંડા મૂકી ગઈ છે તે શોધવા કાચબીના આવવા જવાનો ટ્રેક શોધી માળાઓ શોધે છે.

કાચબીએ કરેલા દસ જેટલા ખાડાઓ માંથી મહામહેનતે આ રેતીમાં કરેલો કાચબીનો માળો શોધી કાચબીના ઈંડાઓને બહારથી કાઢવામાં આવે છે.

કાચબાઓનું આયુષ્ય 80થી 450 વર્ષ સુધીનું હોય છે. કાચબી રેતીમાં ઉંડો ખાડો કરીને 60થી 100 ઈંડાઓ મૂકે છે. કાચબી ઈંડાઓ મૂકી તરત દરિયામાં જતી રહે છે. જે ઈંડા પક્ષી કે શિયાળ કે કુતરા ખાઈ ન જાય તે માટે તેને સાચવવાનું કામ સરકારી કર્મચારીઓ અને સ્વૈચ્છિત સંસ્થાઓ કરે છે.[:]