[:gj]અંબાજીની મૂર્તિ પાછી આવી ગઈ [:]

[:gj]ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિભાવરી બેન દવેની મુલાકાત ટાણે ગબ્બર ઉપરથી માતાજીની મૂર્તિ હટાવી લેવાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદને પગલે ફેસ ઓફ નેશને સમાચાર રજૂ કરીને મંત્રીની ખુશી માટે કરવામાં આવેલી આ કામગીરી વખોડવામાં આવી હતી. આ અહેવાલના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા જેને લઈને તાત્કાલિક ધોરણે ફરીથી માતાજીની મૂર્તિને જે જગ્યાએ હતી ત્યાં સ્થાપના કરી દેવામાં આવી હતી. મોડી રાત્રે મંદિર સત્તાધીશોએ હુકમ કરતા પુજારીએ માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી.
વિભાવરી બેન દવેના આદેશને પગલે કરવામાં આવેલી આ કામગીરીથી માઇ ભક્તો ખુબ જ નારાજ થયા હતા અને માઇ ભક્તોએ ઉગ્ર રોષ ઠાલવી મંત્રી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે ગુરુવાર પૂનમના દિવસે માઇ ભક્તોનો ઘસારો જોતા આખરે ગબ્બર ઉપર માતાજીની મૂર્તિની સ્થાપના કરી દેવામાં આવી હતી.

શું હતો વિવાદ :

ભાજપ સરકાર સત્તામાં એટલી આંધળી બની ગઈ છે કે તેમના મંત્રીઓ પણ હવે મંદિરોમાં પણ તેમને ગમે તેમ વર્તવા લાગ્યા છે. દેવસ્થાન મંત્રી વિભાવરીબેન દવે હાલ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે છે, ત્યારે તેઓના આદેશ મુજબ ગબ્બર ઉપરથી માતાજીની વર્ષો જૂની મૂર્તિ હટાવી લેવાતા નવો વિવાદ સર્જાયો છે. માઇ ભક્તોની આસ્થાને આ ઘટનાથી ઠેસ પહોંચી છે. મંદિર સત્તાધીશો આ રીતે મંત્રીને ગમે કે ના ગમે તે કારણોસર માતાજીની મૂર્તિઓ હટાવી લે તે ઘણી ગંભીર બાબત છે. અંબાજી મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ આજે તાત્કાલિક ગબ્બર ઉપર જઈને જ્યોત આગળ મુકવામાં આવતી માતાજીની મૂર્તિ હટાવી લેવડાવી હતી. આ ઘટનાએ ઘણા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશભર ના 51 શક્તિપીઠો મા થાય છે આ ધામ માં અંબા નું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર થી 3 કીમી દૂર ગબ્બર પહાડ આવેલો છે આ પહાડ ઉપર જવાના અને ઉતરવાના અલગ અલગ રસ્તાઓ આવેલા છે આ પહાડ ની પ્રદક્ષિણા કરવાથી ગબ્બર પરિક્રમા પુરી થાય છે ત્યારે આ ટોચ ઉપર માં અંબા નુ પ્રાચીન મંદિર અને પ્રાચીન મૂર્તિ આવેલી છે આજે શક્તિપીઠ ગબ્બર ખાતે સાંજે અંબાજી મંદિર તરફથી આદેશ આવતા માતાજી ની પ્રાચીન મૂર્તિ હટાવવામાં આવતા લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો
ગબ્બર ટોચ ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા દેશભરમાંથી માઈ ભક્તો આવે છે. આજે ચૌદશની તિથિ હોઈ અંબાજી મંદિર તરફથી આદેશ આવતા ગબ્બર ટોચ મંદિરમાં વર્ષોથી રહેલી મૂર્તિ કોઈપણ કારણ વગર હટાવતા માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મૂર્તિ હટાવતા ધર્મપ્રેમી લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ઉપરથી સાહેબનો ફોન આવતા ગબ્બર તળેટી ખાતે ફરજ બજાવતા ક્લાર્ક તાત્કાલીક ગબ્બર ટોચ ઉપર પહોંચ્યા હતા અને માતાજીની મૂર્તિ તાત્કાલીક હટાવી લીધી હતી. જયારે આ બાબતે તેમને પૂછતાં જણાવ્યું હતું કે ગાંધીનગરથી કોઈ વીઆઈપી આવતા હોઈ આ મૂર્તિ હટાવવામાં આવી છે કાલે બપોર બાદ ફરી આ મૂર્તિ લગાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતુ.[:]