[:gj]અક્ષરધામનો હુમલાના મુખ્ય કાવત્રાખોર ભાટને જમ્મુ કાશ્મીરથી ઝડપી લેતી ગુજરાત પોલીસ[:]

[:gj]

ગુજરાત એટીએસે આરોપી યાસીન ગુલામ ભાટને અનંતનાગથી ઝબ્બે કર્યો

૨૦૦૨માં ગાંધીનગરના અક્ષરધામ પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસે જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે.

આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. તેની શોધ કરી રહેલ ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આ આરોપી અનંતનાગમાં છે. જેથી, એટીએસ અને એસઓજી અમદાવાદની સંયુક્ત ટીમ અનંતનાગ પહોંચી હતી. જ્યાં અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરી છે. LeT (લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપીને અનંતનાગની કોર્ટમાં રજૂ કરીને છ દિવસનાટ્રાંઝિકટ રિમાન્ડ મેળવી શનિવારે હવાઈ માર્ગે ગુજરાત લવાશે.

૨૪.૦૯.૨૦૦૨ના રોજ સાંજે ૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગરના અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને હેન્ડ ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું હતું. જે સંદર્ભે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોને નવી દિલ્હીથી બોલાવાયા હતા. એનએસજી દ્વારા કરાયેલા ઓપરેશનમાં ઇજા પામેલા બે આતંકીના મોત થયા હતા. આ હુમલામાં, એનએસજી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસઆરપીના જવાનો સહિત કુલ ૩૩ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાન સહિત ૮૬ જેટલી વ્યક્તિ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થઇ હતી.

યાસીન ભાટે જમ્મુ-કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન ભાટે જમ્મુ-કાશ્મીરપાસિંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવીને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો લઈને આ એમ્બેસેડરને ચાંદખાન દ્વારા યુપીના બરેલી ખાતે પહોંચાડીને અન્ય આતંકીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવી હતી, ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન દ્વારા AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અન્ય LeTઆતંકવાદીઓ સાથે મળીને તેઓએ ગાંધીનગરના અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો. વર્ષ 2003માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટે અક્ષરધામ હુમલામાં પોતાનીસંડોવણીનો ઉલ્લેખ ન કરવા જણાવીને ધમકી આપી હતી. કે, જો તે એમ કરશે તો તને જાનથી મારી નાખીશ.

આ કેસમાં સેસન્સ કોર્ટ દ્વારા કેટલાક આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખી હતી  તેમ જાડેજાએ ઉમેર્યું હતું.

[:]