[:gj]અચ્છે દિન બન્યા અરાજકતા દિન – અન્ન પ્રધાન રાજીનામું આપે – કોંગ્રેસ [:]

[:gj]• તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ
• તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. પુરવઠા મંત્રી રાજીનામું આપે.

અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર…. જેવા રૂપાળા સૂત્રોથી ભાજપે સત્તા મેળવી હતી. નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ – સામાન્ય – મધઘ્યમવર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. ભાજપ સરકારની જનવિરોધી નિતીને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, મોદી સરકારની દેશની જનતા સાથે મોટી છેતરપીંડી કરી છે. દેશમાં મોઘવારી અને બેરોજગારી આસમાને છે. છેલ્લા પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ મોંઘવારી, કાળા બજારીયા, સંગ્રહખોરી બેકાબૂ બની રહ્યાં છે, સામાન્ય જનતા પરેશાન છે, ખાદ્ય પદાર્થોની મોંઘવારી ચરમસીમાએ છે, શાકભાજીના ભાવમાં ૬૦ ટકા જેટલો વધારો, વિવિધ દાળોના ભાવોમાં ૧૫ ટકા થી ૨૦ ટકા વધારો, વિવિધ ફ્રુટના ભાવોમાં ૧૨ ટકા થી ૧૫ ટકા જેટલો વધારો, ખાદ્ય મસાલાઓમાં ૬ ટકા થી ૮ ટકા જેટલો વધારો થયો છે.

૨૦૧૪માં ડુંગળીના ભાવ રૂ. ૮ પ્રતિ કિલો હતા અને આજે જાન્યુઆરી ૨૦૨૦માં રૂ. ૮૫ પ્રતિ કિલો છે. બટાકાનો ભાવ રૂ. ૧૪ પ્રતિ કિલો થી વધીને રૂ. ૩૯ પ્રતિ કિલો થયો છે. શાકભાજી, બટાકા, ડુંગળીના ભાવ વધારાનો લાભ વચેટીયા, કાળાબજારીયા, સંગ્રહખોરી જે ભાજપના રાજમાં ફૂલ્યા ફાલ્યા છે.

બેકાબુ બનેલ મોંઘવારીમાં સિંગતેલ, કપાસીયા, પામોલીન તેલની આગ ઝરતી તેજીએ ગરીબ અને મધ્યમવર્ગની લોકોની મુશ્કેલીમાં અસહ્ય વધારો કર્યો છે. તેલોમાં લાંબા સમયથી ચાલી રહેલ તેજી અને વધતાં જતાં બેકાબુ ભાવો માટે રાજ્ય સરકારની અણઆવડત જવાબદાર છે.

આ જવાબદારી સ્વીકારીને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૭૭ હેઠળ પુરવઠા મંત્રી મુખ્યમંત્રી, પુરવઠા ખાતુ પગલાં લેવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયા છે.

સરકાર મોઁઘવારી કાબુમાં હોવાનો દાવો કરી રહી છે જે દાવો ખરેખર પોકળ છે. મોંઘવારીના મદ્દે ભારત બંધનું એલાન આપનારા સત્તાધીશોના શાસન કાળમાં હાલ તો મોંઘવારીએ માઝા મુકી છે. તેલો, પેટ્રોલ, ગેસ, દુધ, શાકભાજી, કઠોળ સહિતની આવશ્યક અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુના ભાવો બેકાબુ બન્યા છે. મોંઘવારીના મુદ્દે કાગારોળ મચાવી દેનાર ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે અને મોંઘવારીના મુદ્દે ભાજપના નેતાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.
લોકોના ‘અચ્છેદિન’ના સપનાઓ ચકનાચુર થયા છે અને લોકો અચ્છેદિનના બદલે વહી ‘પુરાને દિન’ લોટા દો એવું કહી રહ્યા છે એક સમયે સરકારમાં બેરલનો ભાવ ભૂતકાળમાં ૧૧૫ ડોલર હતો છતાં મનમોહનની સરકારમાં પેટ્રોલ રૂ. ૭૦ મળતુ આજે ૬૫ ડોલર છતાં પેટ્રોલના રૂ. ૭૩ છે અને વેટ અને અન્ય વેરાથી સરકારની તિજોરી છલકાઈ રહી છે લોકોના ખિસ્સા ખંખેરી રહેલી સરકાર તમામ મોર્ચે નિષ્ફળ પુરવાર થઈ છે.

માસનું નામ વધેલ મોંઘવારી દર
જુલાઈ, ૨૦૧૯ ૩.૧૫ ટકા
ઓગસ્ટ, ૨૦૧૯ ૩.૨૮ ટકા
સપ્ટેમ્બર, ૨૦૧૯ ૩.૯૯ ટકા
ઓક્ટોબર, ૨૦૧૯ ૪.૬૨ ટકા
નવેમ્બર, ૨૦૧૯ ૫.૫૪ ટકા
ડીસેમ્બર, ૨૦૧૯ ૭.૩૫ ટકા
જાન્યુઆરી, ૨૦૨૦ ૮.૦ ટકા[:]