[:gj]અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા માંગણી [:]

[:gj]અમરેલી,તા.02

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે  અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પાકોને વ્યાપક નુકસાન થયેલુ છે ત્યારે હાલ કપાસનો પ્રથમ વીરણી સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલો છે અને હવે કોઈ ઉત્પાદન થાય તેવી આશા જણાતી નથી. મગફળીના પાક પણ ઊગી જવાના કારણે 70 થી 80 ટકા પાક બગડે ગયેલો તેમજ તલ કઠોળ અને બાજરી જુવારના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ પરિસ્થિતિમા સરકાર સર્વે કરીને વળતર આપે તેવી માગણી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરીને રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણીને લખીને માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ગયા વર્ષે ઓછો વરસાદથી જગતના તાતને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો…ત્યારે આ વર્ષે સારો વરસાદ પડતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસ તેમજ મગફળીનું વાવેતર કર્યુ…પરંતુ સતત પડી રહેલા વરસાદને કારણે પાકને નુકશાન થઇ રહ્યું છે

આ ઉપરાંત અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢુંઢિયા પીપરિયા ગામના ખેતરોમાં અહીંના ખેડૂતોએ સારો વરસાદ પડતા જ મગફળી તેમજ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું…પરંતુ સતત પડી રહેલા વરસાદે અહીંના ખેડુતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે…અહીંના ખેતરમાં વરસાદને કારણે કપાસના પાકને માઠી અસર થઈ રહી છે…ખેતરોમાં પાણી ભરવાને કારણે કપાસ સુકાઈ રહ્યા છે…ત્યારે કપાસના જીંડવાઓ કાળા પડી રહ્યા છે..અને હજી પણ વરસાદ શરુજ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનની ભીતિ છે…ખેડૂતો પણ નુકશાની જવાની ભીતી દર્શાવી રહ્યા છે….જો મગફળીની વાત કરવામાં આવે તો મગફળીની હાલત પણ ધીમે-ધીમે ખરાબ થઈ રહી છે…વરસાદને કારણે મગફળીમાં ફૂગ આવી રહી છે…જેના કારણે ખેડૂતોએ મગફળીનો ઉપાડી લીધી હતી પરંતુ માંડવી ઉપાડી લીધા બાદ પણ વરસાદ પડતાં મગફળીનો પાક પલળી પલળી ગયો.

અમરેલી જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન દયનીય બનતી જાય છે જેથી ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખે તેઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આપના કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરે અને અમરેલી જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાન થયેલ પાકો નો સર્વે કરાવે વળતર ચૂકવવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

 [:]