[:gj]અધિકારીઓએ સગાઓના નામે તળાવોના ઠેકા આપી દીધા [:]

[:gj]બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્‍વારા 2017-18 નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરી છે.

બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્‍ડ પગારદાર ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચારીનાં સગા-વ્‍હાલા અને મહિલાઓના નામે કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યા હતા. સરકારી નિયમોની વિરૂઘ્‍ધ કામ રાખીને ખેત તલાવડી અને ચેકડેમો બનાવાયા છે. તલાવડીઓ બનાવી હોવાનું દર્શાવવામાં આવ્‍યું છે, ત્‍યાં કોઈ અસ્‍તિત્‍વ નથી.

જ્યાં ચેક ડેમ બન્યો છે ત્યાં પાળો તૂટી ગયો છે અને ખૂબ જ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. એકપણ ચેકડેમ કે સીમ તલાવડીમાં પાણી ભરાયું નહોતું. ભરાઈ શકે તેમ જ નથી. અડધા કરોડ જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્‍યું છે. આ મુદે તાત્‍કાલીક તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે બાલાપર ગ્રામ પંચાયત ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

(1) સર્વે નં. ર9ર/1 એ માં સીમ તલાવડી 1થી 3 માટે તા. ર7/7/17નાં રીટાબેન આર. પાદરીયાને 10,30,પ09, (ર) એજ સર્વે નંબરમાં 3 વોટર હાર્વેસ્‍ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તા. ર0/7/17નાં રૂા. 1174ર9પ, (3) સર્વે નં. ર73/1 પૈકી 1માં 3 ચેકડેમ માટે તા. રર/3/18ના અજય રમેશ હિરપરાને રૂા. 11,7ર0પ4, (4) એ જ સર્વે ક્રમાંકમાં 3 સીમ તલાવડીઓ માટે હિનાબેન પી. પાદરીયાને તા. ર7/7/17નાં રૂા. 9,48,7ર6, (પ) સર્વે નં. ર64/1માં સીમ તલાવડી માટે તા. ર0/4/17નાં મિલન ભગવાનજી ભૂતને રૂા. 4,49,631, (6) કુલ 47 લાખ 7પ હજાર ર1પની રકમ ચૂકવાઈ.

આ અંગે અમરેલીના જાગૃત્ત નાગરીક સંજયભાઈ જાનીએ જણાવ્‍યું કે, બગસરાના બાલાપર ગામે આચરવામાં આવેલું કૌભાંડ તો પાશેરમાંએક પૂણી જેટલું જ છે. જિલ્‍લામાં છેલ્‍લા બે-ત્રણ વર્ષમાં જે બારથી તેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્‍યું છે. એક પછી એક દરેક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે.

બાલાપર ગ્રામ પંચાયત ઘ્‍વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, જો આ અંગે ઉચ્‍ચકક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના સરપંચ અને સભ્‍યો ઘ્‍વારા અમરેલી કલેકટર કચેરીની સામે છાવણી નાખીને ગાંધી ચિંઘ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.[:]