[:gj]અધિકારીઓને અપાતા રેલવે પાસના દુરૂપયોગથી કરોડોનું નુકસાન[:]

[:gj]રેલવે પ્રવાસીઓને ભાડામાં અપાતી રાહતોમાં તેમજ અધિકારીઓને અપાતા વિશેષ પાસના દુરૂપયોગથી કરોડો રૂપિયાના નુકસાનના કારણે રેલવેને કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)એ ઠપકો આપ્યો છે. આ બાબતને ધ્યાને રાખી CAGએ આવી રાહતોને તર્કસંગત બનાવવા અને નિયંત્રણમાં લાવવા તેને અસરકારક બનાવવા ભલામણ કરી છે.

રેલવેને થતી આવકમાં 8.42 ટકાનો ઘટાડો

સંસદના બંને ગૃહોમાં રજુ કરાયેલા કેગના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2015-16, 2016-17 અને 2017-18ના વર્ષોમાં રેલ્વે મુસાફરોના કુલ 11.45 ટકા મુસાફરોએ રેલવેના ભાડા સહિત વિવિધ પ્રકારની બાબતોમાં રાહતોનો ઉપયોગ કર્યો છે, જેના કારણે રેલવેને થતી આવકમાં 8.42 ટકાની ઘટાડો નોંધાયો છે. અહેવાલ અનુસાર આ ત્રણ વર્ષ દરમિયાન લગભગ 21.75 કરોડ મુસાફરોને લગભગ 7418.44 કરોડ રૂપિયાની છૂટછાટ મળી છે. રેલવે ભાડાં હેઠળ સૌથી વધુ રાહત આ કેટેગરીને અપાઈ રિપોર્ટ અનુસાર રેલવે ભાડા હેઠળ સૌથી વધુ રાહત સિનિયર સિટીઝન કેટેગરીમાં 37.2 ટકા અને રેલવે અધિકારીઓ તેમજ પ્રશંસાપાત્ર પાસધારકોમાં 52.5 ટકા રાહત અપાઈ હતી.

કુલ ભાડામાં રાહતનો મોટાભાગનો લાભ મુસાફરો દ્વારા એર કન્ડિશન્ડ કેટેગરીમાં લીધો હતો. ઓડિટ અનુસાર 23 ટકા વરિષ્ઠ નાગરિકોએ AC-2 અને AC-3માં કુલ છૂટછાટની રકમનો 52 ટકા લાભ મેળવ્યો છે. આમ AC ચેર કાર રેલવે માટે નફાકારક ઉભરી આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વેચ્છાએ ભાડામાં રાહત માફી આપવાની અપીલની કોઈ અસર જોવા મળી નથી.

11552 મુસાફરોનું બુકિંગ ખામીયુક્ત જણાયું

રિપોર્ટમાં પ્રવાસીઓના પાસનો ભારે દુરૂપયોગ થતો હોવાની બાબતનો ખુલાસો થયો છે. ઓડિટ અનુસાર ત્રણ વર્ષ દરમિયાન 3016 પાસ હેઠળ તે જ સ્ટેશનોની વચ્ચે અનેક વખત બુકિંગના મામલાનો ખુલાસો થયો છે. આ 30,567 મુસાફરોને આરક્ષણ અપાયું હતું અને 11552 મુસાફરોનું બુકિંગ ખામીયુક્ત હોવાનું જણાયું હતું. આ 11552 મુસાફરોમાંથી 487 મુસાફરોએ એક જ દિવસે એક જ વિભાગ પર એકથી વધુ ટ્રેનમાં આરક્ષણ કરાવું હતું.

આવા ઘણા ઉદાહરણો પાસ નંબરો સહિત ઓડિટ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે. જેમાં ફર્સ્ટ ક્લાસ પાસના વધુ છે, જે મોટા અધિકારીઓના નામે જારી કરવામાં આવે છે.

પાસ ચોરી થયાની પોલીસ ફરિયાદ અને તે જ પાસ પર મુસાફરી

ઓડિટ રિપોર્ટમાં ગેરકાયદેસર નંબર પાસથી અનામતના સેંકડો મામલાઓનો ખુલાસો કર્યો છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRC)માં પાસ નંબરોનો દુરૂપયોગ અટકાવવા માટે કોઈ તકનીકી જોગવાઈ ન હોવા બદલ કેગે રેલવેને ઠપકો આપ્યો છે. રિપોર્ટમાં કેટલાક એવા કેસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કાર્ડ પાસ તેમજ મેટલ પાસની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાવામાં આવી હતી અને ત્યારબાદ તે જ પાસ દ્વારા મુસાફરી પણ કરવામાં આવી હતી. સીએજીએ રેલવેને પાસનો દુરૂપયોગ કરનારા રેલ્વે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. CAGએ ભલામણ કરી છે કે તે મુસાફરોની જરૂરિયાત મુજબની રાહતોને તર્કસંગત બનાવે અને ભાડામાં રાહતો આપવાની બાબતને નિયંત્રણમાં લે.[:]