[:gj]અનોખું બન્યું – જૈન સાધુને સોનાની રાખડી બાંધી, એક ગામે એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવ્યું[:]

[:gj]અમદાવાદમાં પહેલા ક્યારેય ન બન્યું હોય તેવી અનોખી ઘટના બની છે. 11 ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી 24 કેરેટના 8 ગ્રામ સોનાના સિક્કા અને 3 ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો છે. મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને આ રાખડી બાંધી હતી. પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સમિતિ અમદાવાદ દ્વારા મીઠાખળી છ રસ્તા પાસે આવેલા સરદાર પટેલ સેવા સમાજના પટ્ટાંગણમાં ભગવાન  શ્રેયાંસનાથ નિર્વાણ કલ્યાણક મહોત્સવ, વાત્સલ્ય પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં          આવી હતી. આ રીતે સોસાની રાખડી સામાન્ય રીતે જૈન મૂનિને બાંધવામાં આવતી નથી.

એક દિવસ પટેલાં રક્ષા બંધન ઉજવ્યુ

બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામમાં એક દિવસ વહેલાં રક્ષાબંધન કરી લેવામાં આવે છે. સમગ્ર દેશમાં શ્રાવણી પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. જ્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં 200 વર્ષથી એવી પરંપરા છે કે ત્યાં એક દિવસ પહેલાં ભાઈઓનો પહેલાં રાખડી બાંધી દેવામાં આવે છે. કેમ કે, વર્ષો પૂર્વે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે બ્રાહ્મણોએ બળેવના આગલા દિવસે ગામની કુંવાસીઓને બોલાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાથી માતાજીનો કોપ ઉતરી જશે. તેવી  સલાહ આપી હતી. તે દિવસે સમગ્ર ગામનું દૂધ ભેગુ કરીને આખા ગામમાં તે ઢોળવામાં આવ્યું હતું.[:]