અમદાવાદના જડેશ્વરમાં 5 હજાર ટન પ્રાણવાયુ પેદા કરતું સાંસ્કૃત્તિક વન ઊભું કરાશે

રાજ્યમાં વન મહોત્સવોમાં 18 સાંસ્કૃતિક વનો બન્યા છે. રાજ્યનો આગામી 70મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે.  જડેશ્વરમાં 8.55  હેકટર – 21 એકરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન બનશે. જે પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર કરાશે. એક એકરમાં રોપાયેલા વૃક્ષો 250 ટન જેટલો કાર્બનડાયોકસાઇડ લઇને ઓક્સિજન આપે છે, ઓક્‍સિજન 18 વ્‍યક્‍તિઓને એક વર્ષ સુધી પુરો પાડવાની ક્ષમતા ધરાવે છે. 5250 ટન પ્રાણવાયું અમદાવાદ માટે પેદા કરશે.

5 જુનને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે Beat the Air Polution થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.રાજ્યમાં વન મહોત્સવમાં 10 કરોડ રોપાઓનું વિતરણ કરાશે. 2017 ના સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં જંગલો અને વૃક્ષો મળીને 11.61 ટકા હરીયાળી છે.

વન મહોત્સવ તેમજ ચોમાસા પૂર્વે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજન અંગે ગાંધીનગરમાં વન વિભાગની બેઠક મળી હતી. 70માં વન મહોત્સવ અંતર્ગત આ વર્ષે 33 જિલ્લામથકો, 8 મહાનગરો તેમજ 250 તાલુકા મથકો અને 5020 ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે. ગાંધીનગરના માર્ગોને પણ છોડ-વૃક્ષોથી સુશોભિત કરવા માટે દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કર્યું છે. પણ તેમાં 22 વર્ષથી સફળતા મળતી નથી.