[:gj]અમદાવાદના મુસ્તુફા સીબાત્રાએ સતત ત્રીજા પ્રોગ્રામમાં રેંકીગમાં સ્થાન મેળવ્યુ [:]

[:gj]

અમદાવાદ, તા.૨૬
ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા(સી.એસ.) દ્વારા જૂન ૨૦૧૯માં લેવાયેલી એકઝીક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. એક્ઝીક્યુટીવ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા રેંકમાં કુલ બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. જયારે પ્રોફેશનલ પ્રોગ્રામમાં ટોપ ૨૫માં અમદાવાદના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ છે. એક્ઝીક્યુટીવ પ્રોગ્રામમાં ઓલ્ડ એન્ડ ન્યુ કોર્સ બન્નેનુ પરિણામ જાહેર કરાયુ છે. જેમાં ઓલ્ડ કોર્સનુ બન્ને જૂથનુ પરિણામ ૨.૭૮ ટકા અને ન્યુ કોર્સનુ બન્ને જૂથનુ પરિણામ ૩.૧૦ ટકા આવ્યુ છે. આજ રીતે પ્રોફેશનલ પ્રોગ્રામના ઓલ્ડ કોર્સનુ બન્ને જૂથનુ પરિણામ ૬.૬૭ ટકા અને ન્યુ કોર્સમાં બન્ને જૂથનુ પરિણામ ૧૩.૩૩ ટકા આવ્યુ છે. એક્ઝીક્યુટીવ પ્રોગ્રામના ન્યુ સીલેબસમાં અનિંદિતા શાહ ઓલ ઇન્ડિયામાં ૧૧માં અને મયુર મોદી ઓલ ઇન્ડિયામાં ૨૨માં ક્રમે સ્થાન મેળવ્યુ છે. પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા રેંકમાં પાંચમા સ્થાને મુસ્તુફા સિબાત્રાએ સ્થાન મેળવ્યુ છે.

સી.એસ.માં ફાઉન્ડેશન પાસ કર્યા પછી એક્ઝીક્યુટીવ અને પ્રોફેશનલની પરીક્ષા લેવામાં આવે છે. આ બન્ને કોર્સમાં હાલમાં નવો સીલેબસ લાગુ કરવામાં આવ્યો હોવાથી ઓલ્ડ અને ન્યુ કોર્સ એમ, બન્ને કોર્સની પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદ ચેપ્ટરના આજે જાહેર કરાયેલા પરિણામ પ્રમાણે એક્ઝીક્યુટીવ પ્રોગ્રામ ઓલ્ડ કોર્સ મોડ્યુલ એકમાં કુલ ૧૫૬ વિદ્યાર્થીઓમાંથી ૨૯ પાસ થતાં મોડ્યુલ એકનુ પરિણામ ૧૮.૫૯ ટકા અને ઓલ્ડ સીલેબસ મોડ્યુલ ટુમાં કુલ ૧૭૨માંથી ૪૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૫ ટકા પરિણામ આવ્યુ છે. જયારે એક્ઝીક્યુટીવ ઓલ્ડ સીલેબસમાં બન્ને મોડ્યુલમાં ૨૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૭ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨.૭૮ ટકા પરિણામ આવ્યુ છે. આજ રીતે એક્ઝીક્યુટીવ ન્યુ સીલેબલમાં મોડ્યુલ એકમાં ૫૪ વિદ્યાર્થીઓમાંથી ૨૬ પાસ થતાં ૪૮.૧૫ ટકા પરિણામ જયારે મોડ્યુલ ૨માં ૧૧માંથી ૧ વિદ્યાર્થી પાસ થતાં ૯.૦૯ ટકા પરિણામ આવ્યુ. એક્ઝીક્યુટીવ ન્યુ સીલેબસમાં બન્ને જૂથમાં ૧૨૯ વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી જેમાંથી ૪ વિદ્યાર્થીઓ પાસ થતાં ૩.૧૦ ટકા પરિણામ આવ્યુ હતુ.

પ્રોફ્શનલ પ્રોગ્રામના ઓલ્ડ સીલેબસમાં મોડ્યુલ ૧માં ૨૭૦ વિદ્યાર્થીઓમાંથી ૫૬ પાસ થતાં ૨૦.૭૪ ટકા પરિણામ આવ્યુ. જયારે મોડ્યુલ ૨માં ૨૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૫ પાસ થતાં ૨૧.૭૪ ટકા પરિણામ આવ્યુ હતુ. આજ રીતે મોડ્યુલ ૩માં ૨૬૫માંથી પૈકી ૬૧ પાસ થતાં ૨૩.૦૨ ટકા પરિણામ આવ્યુ હતુ. પ્રોફેશનલ ઓલ્ડ સીલેબસમાં તમામ જૂથમાં ૧૦૫માંથી ૭ પાસ થતાં ૬.૬૭ ટકા પરિણામ આવ્યુ હતુ. આજ રીતે પ્રોફેશનલ ન્યુ સીલેબસમાં મોડયુલ ૧માં ૧૩માંથી ૪ પાસ થતાં ૩૦.૭૭ ટકા, મોડ્યુલ ૨માં ૩માંથી ૨ પાસ થતાં ૬૬.૬૭ ટકા અને મોડ્યુલ ૩માં ૬માંથી ૩ પાસ થતાં ૫૦ ટકા પરિણામ આવ્યુ છે. આજ રીતે પ્રોફેશનલ પ્રોગ્રામના ન્યુ સીલેબસમાં તમામ મોડ્યુલમાં માત્ર ૧૫ વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી. જેમાંથી ૨ પાસ થતાં ૧૩.૩૩ ટકા પરિણામ આવ્યુ છે.
એક્ઝીક્યુટીવ પ્રોગ્રામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ
નામ   રેંક  માર્કસ   ટકા
રિયા કોઠારી -૧ ૩-૮૭ -૫૫.૨૯
રોમિક પાનસુરિયા- ૨ ૩-૭૫ -૫૪.૫૭
સુનિલ અરાતની -૩ ૩-૬૧ -૫૧.૫૭
અનિંદિતા શાહ ૧(૧)- ૪-૮૪ -૬૦.૫૦
મયુર મોદી ૨(૨૨) ૪-૬૫- ૫૮.૧૩
ધ્રુવીન તલાટી ૩- ૪૪-૬ ૫-૫.૭૫
પ્રોફેશનલ પ્રોગ્રામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ
નામ- રેંક- માર્કસ- ટકા
મુસ્તુફા સિબાત્રા ૧(ઓલઇન્ડિયા-૫) ૫૧-૭ ૫-૭.૪૪
ઋષભ શાહ ૨ -૪-૮૪-૫૪.૭૮
નિખિલ ગુપ્તા ૩ -૪-૭૫ -૫૨.૭૮
નેહા શાહ ૧- ૪-૫૬- ૫૦.૬૭
મારા મમ્મી-પપ્પાનુ સ્વપ્ન પુરુ થયુ : મુસ્તુફા (પ્રોફેશનલ ઓલ ઇન્ડિયામાં પાંચમા રેંક)
ફાઉન્ડેશનલમાં ઓલ ઇન્ડિયામાં ટોપ રેંક અને એક્ઝીક્યુટીવમાં ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રેંક મેળવનારા મુસ્તાફા સીબાત્રા પ્રોફેશનલ પ્રોગ્રામ એટલે સી.એસ.ના ફાઇનલમાં પણ ઓલ ઇન્ડિયામાં પાંચમા ક્રમે સ્થાન મેળવ્યુ છે. મુસ્તુફા કહે છે મને ત્રણે પ્રોગ્રામમાં એક્ઝીક્યુટીવ પ્રોગ્રામ સૌથી વધારે અઘરો લાગ્યો છે. મારા પિતા કુમકુમ વિદ્યાલયની સ્કૂલ વેન ચલાવે છે અને માતા હાઉસ વાઇફ છે. મારા એક મિત્રને જોઇને મને સી.એસ. કરવાની ઇચ્છા થઇ હતી. શરૂઆતમાં આર્થિક તકલીફ હતી પરંતુ જેમ જેમ રેંક આવતો ગયો તેમ તેમ આર્થિક મુશ્કેલીઓ ઓછી થતી ગઇ હતી. હાલમાં મારુ બી.કોમ પણ પુરુ થઇ ચુક્યુ છે. હવે એલએલબી કરવાની ઇચ્છા છે. હુ માનુ છુ કે તમારો એકાઉન્ટ વિષય સારો હોય તો તમે સી.એ. કરો અને કંપની લૉ, ઇકોનોમિક્સમાં રસ હોય તો સી.એસ. કરો. અગાઉ બન્ને પ્રોગ્રામમાં રેંક આવ્યા હોવાથી ફાઇનલમાં રેંક આવશે તેવી આશા હતી. સી.એસ. કરવા ઇચ્છતાં મિત્રોને હુ કહેવા માંગુ છુ કે, હાર્ડ વર્ક અને પોતાના પર વિશ્વાસ રાખો તો કશુ અઘરુ નથી.

[:]