[:gj]અમદાવાદના 16 હજાર લોકોને આંખ ને પગ નથી પણ મતદાન કરવું છે [:]

[:gj]અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૪૫૦ વ્હીલ ચેર અને ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે. સૌથી વધું વિરમગામ ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

જિલ્લો અને અમદાવાદ શહેરમાં સંપુર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૨,૨૯૮ મતદારો, ૧૯૯૧ મૂક બધિર, સંપુર્ણ હલનચલન ન કરી શકે તેવા ૬,૯૭૫ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૫,૧૧૧ મતદારો છે. આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે રેમ્પ અથવા તો વ્હીલ ચેરની વ્યવસ્થા કરાનાર છે. અમદાવાદ શહેર જિલ્લામાં અંદાજે ૪૫૦ વ્હીલ ચેરની વ્યવસ્થા તથા ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે.

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. જેમા વિધાનસભા દીઠ આવા મતદારો કેટલા છે તેની વિગતો અહીં આપી છે.

વિરમગામ ૨,૫૭૯

સાણંદ ૨,૦૫૫,

ઘાટલોડિયા ૬૦૦,

વેજલપુર ૭૩૫,

વટવા ૪૯૪,

એલીસબ્રીજ ૨૯૭,

નારણપુરા ૩૫૩,

નિકોલ ૪૪૯,

નરોડા ૪૧૦

ઠક્કરબાપાનગર ૪૫૬

બાપુનગર ૬૬૨,

અમરાઈવાડી ૭૭૩,

દરિયાપુર ૩૪૯,

જમાલપુર-ખાડીયા ૪૭૮,

મણીનગર ૬૯૩,

દાણીલીમડા ૫૦૬,

સાબરમતી ૮૧૦,

અસારવા ૨૫૮,

દસક્રોઈ ૪૨૮,

ધોળકા ૧૩૧૫,

ધંધુકા ૧૬૭૫

૨૧ વર્ષીય જયદીપ પીપરોતર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અમદાવાદ રહી અભ્યાસ કરતા જયદીપભાઈની ઉંચાઈ આમ તો ૨.૧૦ ફૂટ ( ૨ ફૂટ, ૧૦ ઈંચ )છે. તેઓ કહે છે કે

૨૪ વર્ષના મનદીપ ગોહીલ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર છે તેઓ તો માત્ર ૩ ફૂટની ઉંચાઈ ધરાવે છે.

’’ ૪.૫ ફૂટની ઉંચાઈ ધરાવતા તુલસી ભોઈ પણ કહે છે કે, “ચુંટણી તંત્ર અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તે ખરેખર સરાહનીય છે… આને લીધે અમારી મતદાન કરવાની ફરજ ખુબ સરળ રીતે અદા થઈ શકે છે.”

અલ્પેશ ચૌહાણ, તુલસી ભોઈ અને મનદીપ ગોહીલ કહે છે કે, અમારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે. આવા જ અન્ય એક દિવ્યાંગ યુવક કે છે કે, ‘‘ મારે ભલે હાથ નથી પણ હું ઈ.વી.એમ. મશીનમાં બટન દબાવવા કટિબધ્ધ છુ.’’[:]