[:gj]અમદાવાદની એ હેપ્પી સ્ટ્રીટ કે દુઃખી સ્ટ્રીટ ? [:]

[:gj]એક કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવાયેલું લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડવાનથી તંત્રને દર વર્ષે રૂ.૩.૮૪ કરોડની આવક થશે. 3330 રોજનું એક સ્ટોલ અમદાવાદ મહાનગર પાલિકાને માવી આપશે. રોજની એક લાખની આવક થશે. અહીં રોજનો રૂ.50 લાખનો ખાવા-પીવાનો ધંધો રહે તેમ છે. રોજના 25 હજાર લોકો ખાવા આવે એવી સંભાવના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી કાંકરીયા કાર્નીવલના પ્રથમ દિવસે 26 ડિસેમ્બરે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ લોકાર્પણ કરવામાં આવશે. હેપ્પી સ્ટ્રીટ ખૂલ્લી મૂકાશે જે પેટની બિમારી લાવી દુઃખી સ્ટ્રીટ બનશે. જાગૃત્ત લોકો હવે રાંધ્યા વગરના કુદરતી ખોરાક તરફ વળી રહ્યાં છે. ગુજરાતમાં આવું રો ફૂડ ખાનારાઓની સંખ્યા 25 લાખથી વધું હોવાનું માનવામાં આવે છે.

એક વર્ષ પહેલા લો-ગાર્ડન ખાણીપીણી બજાર ને તોડી પાડયું હતું. ખાણીપીણીના વેપારીઓની સાથે મળીને જઈને તે જ સ્થળે ફરીથી બજાર બનાવાયું છે.

પરંપરાગત ખાણી-પીણી બજારથી અલગ છે. હેપ્પી સ્ટ્રીટમાં ૪ર ફુડ-સ્ટોલ તૈયાર કર્યા છે. જ્યાં કુદરતી ખોરાક નહીં પણ તીખો તમતમતો રાંધેલો નુકસાન કરે એવો ખોરાક આપવામાં આવશે.
સાંજે ૦૬ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી ખાણીપીણી બજાર કાર્યરત રહેશે. કાયમી કોર્ટ તૈયાર કરવામાં આવ્યું નથી. વેપારીઓ ઓન હીલ સ્ટોલ તૈયાર કરવાના રહેશે. ફૂડ ઓન વ્હીલ સ્વેલ માટે ટેન્ડર કમ એકશનમાં ૧૩૧ પાર્ટીઓને ટેન્ડર ભર્યા હતા. જેમાં પાંચ ટેન્ડર રદબાતલ કરવામાં આવ્યા હતા. ૧ર૬ ટેન્ડરને માન્ય કર્યા હતા. 42માં 9 ફૂડવાન માટે કોઈપણ પાર્ટીએ રસ લીધો નથી.

સૌથી મોટી જગ્યા માટે રૂ.૧.૬૭ લાખ અને નાની જગ્યા માટે રૂ.પ૧ હજાર સુધીના ભાવ મળ્યા છે. મોટી ફુડવાન માં રૂ.૯૦ હજાર ટાઈપ-બી ની ફુડવાન માટે રૂ.૩૦ હજાર, ટાઈપ-સી માટે રૂ.૩૦ હજાર તથા ટાઈપ ડી માટે રૂ.ર૦ હજાર બેઝ-પ્રાઈસ રાખવામાં આવી હતી.

માટે ૩૧, ટાઈપ બી માટે ૦૮, ટાઈપ સી માટે ૦૧ તથા ટાઈપ ડી માટે ૦ર ઓકશન પ્રક્રિયા કરી હતી. જે ટેન્ડરોએ ઉંચા ભાવ ભર્યા છે. તેમને બે વર્ષ માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ ત્રણ વર્ષ માટેની મુદત વધારી આપવામાં આવશે.  હેપ્પી સ્ટ્રીટમાં દિવસના સમયગાળા દરમ્યાન બંને તરફ પાર્કીગ વ્યવસ્થા રહેશે. સાંજે ૬ વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે.

છ દાયકામાં ચોથી વખત લો ગાર્ડનનું મેકઓવર થઈ રહ્યું છે. 17 ઓગસ્ટ 1979ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 35 વેપારીઓને 900 રૂપિયા વાર્ષિક ફી સાથે હાથલારીમાં ફૂડ સ્ટોલ શરૂ કરવા સાંજે 5થી રાતે 12.30 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

દિવસ દરમ્યાન 402 દ્વિચક્રી અને 61 કારનં નક્કી થાય તે ફી લઈને પાર્કિંગ કરવા દેવામાં આવશે. મોટા ફૂડવાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.

આ ઉપરાંત ફૂડકોટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ ગ્રાહકોને પૂરી પાડવા ચોક્કસ શરતો નક્કી કરાઈ છે જેને પરવાનો મળ્યો હોય તે વેચાણથી કે ભાડે આપી શકશે નહીં.

હેપીસ્ટ્રીટમાં લાઇટના થાંભલા, વૃક્ષો, અન્ય સુવિધાની સાથે સાયકલ ટ્રેક અને પગે ચાલનારાઓનો ટ્રેક પણ રખાશે. ચોક્કસ પ્રસંગો પણ અહીં ઉજવી શકાય તેવી સુવિધાનું પણ આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લૉ ગાર્ડન વિસ્તારમાં વર્ષોથી ખાણીપીણી માર્કેટ ચાલી રહેલ છે. અગાઉ હાઇકોર્ટના એક ચુકાદાના સંદર્ભમાં ખાણીપીણી માર્કેટ હટાવી દેવાયું હતું. ત્યારબાદ ધીરે ધીરે ફરી ખાણીપીણી શરૂ થઈ હતી, બે વર્ષ પહેલાં મ્યુનિ.એ હટાવી દીધી હતી ત્યારબાદ ત્યાં વધુ સારી રીતે ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદ શહેરમાં ખાણી-પીણી માટે માત્ર બે જ સ્થળ જાણીતા હતા. શહેરમાં હેલ્ધી કલીન સ્ટ્રીટ ફૂડ સર્વ કરવા સૌ પ્રથમ 2009માં શહેરના કાંકરીયા ખાતે શરૂ કરવામાં આવી હતી. હાલ ત્રણ સ્થળોએ હબ કાર્યરત છે. વધુ પાંચ હબની મંજુરી માંગવામાં આવી હતી.

અર્બન ચોક, એસ.જી.હાઈવે, એસ.બી.આર.સોશિયલ સિંધુભવન રોડ, બોડકદેવમાં હબને માન્યતા મળી છે. હવે બાગબાન ફૂડ જંકશન,સરદાર પટેલ રીંગ રોડ,નિકોલ,અને ફૂડ જંકશન,રાજપથ કલબની બાજુમા ,એસ.જી.હાઈવે પર શરૂ કરવાનું વિકસાવવામાં આવી રહ્યું છે.[:]