[:gj]અમદાવાદને રોજનુ ૧૨૦ કરોડ લીટર નર્મદાનુ પાણી મળશે,નદી બે કાંઠે વહેતી થઈ[:]

[:gj]અમદાવાદ,તા.૧૬
રાજયની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવરની ૪૦ વર્ષમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે ઓવરફલો થઈ રહી છે.આ પરિસ્થિતિમાં રાજયમાં અમદાવાદ એક એવુ શહેર બનશે.જેને આગામી બે વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.નર્મદા કેનાલ દ્વારા અમદાવાદને રોજનું ૧૨૦ કરોડ લીટર પાણી મળી રહેશે.આ સાથે શહેરમાં આવેલા તળાવોને પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે.

શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બિજલ પટેલે આ અંગે માહીતી આપતા કહ્યુ,નર્મદા પરના સરદાર સરોવરમાં પાણીની ઐતિહાસિક સપાટી પાર થતા અમદાવાદ શહેરને એનો સૌથી મોટો લાભ મળશે.શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં સોમવારે રાત સુધીમાં ૧૨૦૦ કયુસેક પાણી આવી પહોંચતા વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૩ ફૂટ પર પહોંચતા નદી બે કાંઠે વહેતી થશે.સાબરમતી નદીમાં પાણીના અભાવે છેલ્લા ઘણા સમયથી નદીમાં રહેલી ગંદકી અને પાણીના અભાવે બંધ કરી દેવામાં આવેલી વોટર સ્પોટર્સ એકટિવિટી પણ ફરીથી શરૂ કરવામાં આવશે.નર્મદા કેનાલ દ્વારા જે પાણી અમદાવાદને મળવાનુ છે એ પાણીથી શહેરમાં આવેલા વસ્રાપુર,ચાંદલોડીયા ઉપરાંત પૂર્વ વિસ્તારમાં વટવા,ઘોડાસર અને ચંડોળા તળાવને પણ  ઈન્ટરલિંકીંગ પધ્ધતિથી આ પાણીથી ભરવામાં આવશે.ઉપરાંત આગામી બે વર્ષ સુધી અમદાવાદ શહેરને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.

ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે,બોરનો ઉપયોગ ઘટશે 
શહેરમાં નર્મદા કેનાલ દ્વારા મળનારા રોજના ૧૨૦ કરોડ લીટર પાણીના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તરનુ સ્તર ઉંચા આવશે.ઉપરાંત બોરવેલનો પણ ઉપયોગ ઘટશે.એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યકત કર્યો હતો.

રીવરફ્રન્ટ પર ફરી વોચર સ્પોર્ટસ શરૂ કરાશે

સ્પોર્ટસ એડવેન્ચર્સનુ નિર્દેશન કરાશે.જેમાં પાણીમા ખુબ ઝડપથી પસાર થઈ શકે એવી બે એર બોટ,અને ૨ જેટ સ્કી,૧૦ અલગ અલગ પ્રકારની રેસ્કયુ બોટ ,પાણીમાં ઉંડે ઉતરવા માટે ચાર સ્કુબા ડાઈવીંગ તથા ચાર રોઈંગ બોટ વગેરને નિર્દેશન કરાશે.બાદમાં તેને ક્રમશ ફરી અગાઉની જેમ નિયત સમયપત્રક સાથે મુલાકાતીઓ માટે શરૂ કરાશે.

અમદાવાદમાં નર્મદાના નીરના વધામણા ને મહાઆરતી. 
મંગળવારે ૧૭ સપ્ટેમ્બરના રોજ અમપા દ્વારા નર્મદા પરના સરદાર સરોવરડેમ પર પાણીની ઐતિહાસિક સપાટી વટાવી જવાના આનંદમાં સપ્તર્ષિના આરે સવારે આઠ કલાકે શ્રમદાન જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મામલે લોકોને જાગૃત કરાશે.સવારે ૧૦ કલાકે નર્મદાના નીરના વધામણા કરી મહાઆરતી કરાશે.જેમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.બાદમાં ૧૧ કલાકે અટલઘાટ ખાતે ૬૯ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.

 [:]