[:gj]અમદાવાદમાં ઈ ટોઈલેટની શરૂઆત[:]

[:gj]અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે નવતર પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદને હેરિટેજ સિટી નો દરજ્જો પણ મળી ગયો છે. ત્યારે સ્વચ્છતાને લઈ એએમસી દ્વારા વિવિધ જાહેરાતો અને પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે. ત્યારે નવા ઈ ટોઈલેટની પણ કાંકરિયાથી શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદને સ્માર્ટ બનાવવાના પ્રયોસો ચાલી રહ્યાં છે, ત્યારે અમદાવાદ કાંકરિયા ખાતે ઈ ટોઇલેટની એએમસી દ્વારા શરૂઆત કરવામાં આવનાર છે. કાંકરિયા ગેટ નંબર 2 પાસે આ ઈ-ટોઈલેટ મૂકવામાં આવ્યું છે. જેમાં ચલણી સિક્કો નાખ્યા બાદ તેનો દરવાજો ખૂલે છે અને ત્યાર બાદ સાફ સફાઈ પણ આજુબાજુ બનાવેલી પાણીની લાઈનથી થઈ જાય છે.
એએમસી દ્વારા ઈ-ટોઇલેટ કાંકરિયાંમાં મૂકવામાં આવશે. જો આ પ્રોજેકટમાં એએમસી સફળ થશે તો આગામી દિવસોમાં એએમસી વિવિધ જગ્યાએ આવા ઈ- ટોઇલેટ રાખશે અને શહેરીજનો તેનો લાભ ઉઠાવી શકશે. આ ટોઈલેટ 8 લાખના ખર્ચે બનવાવમાં આવ્યું છે. અત્યાધુનિક ટેકનૉલોજીથી ઓટોમેટિક કામ કરે છે આ ઈ-ટોઇલેટ.[:]