[:gj]અમદાવાદમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે– માંડવિયા[:]

[:gj]ગાંધીનગર- કેન્દ્રીય શિપીંગ એન્ડ કેમિકલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં થશે.

અમદાવાદ સ્થિત સીઆઇપીઇટીમાં 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિદ્યાર્થી છાત્રાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવતો કાયદો આવી રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો એ લોકોની ફરજ છે. જો લોકો સમજી શકે તો પ્લાસ્ટિકનો વપરાશ ઘટી શકે છે અને દેશનું પર્યાવરણ સુધરી શકે છે. હાલમાં ભારતમાં લોકો પ્લાસ્ટિકનો વપરાશ વ્યક્તિ દીઠ 12 કિલોનો કરે છે.

કેન્દ્ર સરકારના ભંડોળ સાથે નિર્મિત નવ માળની 9500 ચોરસમીટરની 204 ઓરડા ધરાવતી બોયઝ હોસ્ટેલમાં 575 વિદ્યાર્થીઓ સમાઇ શકે છે જ્યારે ત્રણ માળની 2600 ચોરસમીટરની 50 ઓરડા ધરાવતી ગર્લ્સ હોસ્ટેલમાં 150 વિદ્યાર્થીનીઓ સમાઇ શકે છે. મંત્રીએ કહ્યું કે આ છાત્રાલય ઉભું કરવાની મંજૂરી મેં આપી હતી અને હું આ છાત્રાલયનું ઉદ્દધાટન કરી રહ્યો છું તે મારા માટે ગૌરવની બાબત છે.

માંડવિયાએ કહ્યું કે પ્લાસ્ટીક એ માનવ જીવન માટે આવશ્યક જરૂરિયા છે પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો નકારાત્મક અસરો ઓછી થાય તેમ છે. પ્લાસ્ટીકનું રિસાયકલિંગ થાય તે જરૂરી છે. ભારત સરકારે પ્લાસ્ટીકના ઉપયોગને રોકવા માટે જનઆંદોલન શરૂ કરશે.

માંડવિયાએ કહ્યું કે ભાવનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં સ્કીલ ડેલવપમેન્ટ સેન્ટર શરૂ કરાશે. દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવસારીના ચીખલીમાં 57 કરોડના ખર્ચે સિપેટનું કેન્દ્ર શરૂ કરાશે, જ્યારે સાણંદમાં સિપેટના ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે.

માંડવિયાએ કહ્યું કે ગુજરાતના વટવા અથવા સુરતમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરાશે, એટલું જ નહીં દેશમાં ચાર જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર નિર્માણ પામશે. આ સેન્ટરો અમદાવાદ, બેગ્લોર, પટણા અને વારાણસીમાં સ્થપાશે.[:]