[:gj]અમદાવાદ જિલ્લો પાણીમાં સુખી, બધા ગામમાં પાણી મળે છે [:]

[:gj]અમદાવાદ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ માહિતી આપતા જિલ્લા પ્રભારી સચિવ સુનયના તોમરે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ સંતોષકારક છે અને તમામ વિસ્તારોમાં જરૂરિયાત મુજબનું નર્મદા આધારિત યોજનાનું પાણી મળી રહે છે.

અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની જરૂરિયાત જણાઈ નથી પરંતુ ધંધુકા તાલુકાના અસરગ્રસ્ત એવા રંગપુર અને સાલસરમાં હાલમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે અને મે માસના અંત પછી જરૂર પડશે તો ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે.

જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની કોઈપણ જરૂરિયાત ને પહોંચી વળવા તાલુકાના પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. એટલું જ નહિ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાનું થાય તો તેના માટેના ભાવ પણ નિયત કરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત ૪૫૩ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી ૩૯ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, ૧૬૭ કામો પ્રગતિમાં છે અને ૨૪૫ કામો શરૂ થવા જઇ રહ્યા છે તેમજ આ તમામ કામો જનભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે.

કલેકટર ડૉ. વિક્રાંત પાંડે એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૬ જેટલા ઘાસ ડેપો છે જેમાંથી અત્યાર સુધી ૭૪૪ લાખ મે.ટન ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.આ ઘાસ ડેપો પરથી પશુ દીઠ રોજનું ૨૦ કિલો ઘાસ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ પાંચ પશુ દીઠ સાત દિવસનું ઘાસ એક સાથે આપવામાં આવી રહ્યું છે. પાણી ચોરીના કિસ્સામાં  ફરિયાદ નોંધી કાર્યવાહી કરાશે. જિલ્લાના જે ગામોમાં એકાંતરે કે વધુ અંતરે પાણી આપવામાં આવતું હશે ત્યાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા સર્વે કરી જરૂરિયાત મુજબ વ્યવસ્થા ઊભી કરાશે.જિલ્લામાં જરૂરિયાત મુજબ ૩૫ બોરનું આયોજન કરવામાં આવ્યું છે.
નળકાંઠાના બાર જેટલા ગામો નર્મદા આધારિત પાણી મળે છે તેમ ઉમેર્યું હતું.[:]