[:gj]અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 7 મહિનાથી વિરોધ પક્ષના નેતા નિયુક્ત કર્યા નથી [:]

[:gj]અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત કોંગ્રેસમાં લાવવા પ્રયાસ કરે છે.
વિરોક્ષ પક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં એકબીજાના ટાંટીયા ખેંચવામાં આવી રહ્યાં હોવાથી પ્રજા લક્ષી કોઈ મુદ્દાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાવી શકાયા નથી. આજે પણ ખોડાજી ઠાકોર પોતે પોતાના એજન્ટો મારફતે અંગત કામો કરાવે છે પણ કોંગ્રેસને ફાયદો થાય એવા પ્રજા લક્ષી કામો કરાવવાના બદલે એવું વ્યક્તિગત કામ વધારે કહે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિતેંદ્ર ચૌહાણ છે. પણ વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ બનાવી શકતી નથી.
બીજી તરફ વિપક્ષ કોગ્રેસ દ્વારા એ બાબતે વિરોધ નોંધાવાયો છે કે દર ત્રણ મહિને સામાન્ય સભા ફરજીયાત બોલાવવાનો નિયમ હોવા છતાંય છેલ્લા 7 માસથી સભા બોલાવી નથી કારણ કે જો સમાન્યસભા બોલાવે તો ભાજપની સત્તા જતી રહે તેમ છે. પણ ખરેખર તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 6 સભ્યો તો કોંગ્રેસમાં આવવા તૈયાર નથી. હવે 2019-20નું રૂ.35 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાવવા માટે બેઠક બોલાવવામાં આવશે. રાજ્ય સરકારમાંથી રૂ.૩૦ કરોડની ગ્રાન્ટ પણ તબક્કાવાર ફાળવાશે જેનું અમલીકરણ જિલ્લા પંચાયત દ્વારા થશે.
કોંગ્રેસના અઢી વર્ષના શાસન બાદ કોંગ્રેસના સાત સભ્યો બળવો કરીને ભાજપમાં જોડાઇ જતા બાકીના અઢી વર્ષ માટે ભાજપ પક્ષ સત્તા પર આવી ગયો હતો. તેની પાછળ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખોડાજી ઠાકોર હતા. ભાજપને સમર્થન આપનારા 6 સભ્યોમાં કારોબારી સમિતિના ચેરમેનનો પણ સમાવેશ થાય છે. આમ, સામાન્ય સભામાં ભાજપ તરફ 22 સભ્યો અને કોંગ્રેસ તરફ 12 સભ્યો રહેતા કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે ભાવિબેન પટેલનો વિજય થયો હતો.
કોંગ્રેસ દ્વારા તેના સાત સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવાની અરજી ગાંધીનગરમાં વિકાસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. તે માટે હવે તપાસ શરૂ થઈ રહી છે. જેમાં પક્ષાંતર કરેલાં 7 સભ્યોના સભ્ય પદ સામે જોખમ ઊભું છે. તેથી ભાજપની સત્તા જાય તેવા સંજોગો ઊભા થયા છે. ભાજપ દ્વારા સિંચાઇ અને મહિલા બાળ વિકાસ સમિતિ બનાવવામાં આવશે.
અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને 18 અને ભાજપને 16 બેઠકો મળી હતી. જેથી કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સત્તા પર આવી હતી અને પુષ્પા ડાભીને પ્રમુખ બનાવાયા હતા.

કોંગ્રેસ તરફથી પ્રમુખ માટે અમર ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે અમર સોલંકીને ઊભા રખાયા હતા.
કોંગ્રેસના જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોર પણ ભાજપની તરફેણમાં રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર અને મનુજી ઠાકોર વચ્ચે ચાલતા યુદ્ધમાં કોંગ્રેસે જિલ્લા પંચાયત ગુમાવી હતી. તેથી ખોડાજી ઠાકોરને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
મનુજી ઠાકોરે 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે ટિકિટ માગી હતી પરંતુ તેમને ખોડાજી ઠાકોરે ટિકિટ આપવા દીધી ન હોવાથી કોંગ્રેસે જિલ્લા પંચાયત ગુમાવી હતી. વિરમગામના ધારાસભ્ય ડો.તેજશ્રી પટેલ પણ ખોડાજી ઠાકોરની અવગણનના કારણે ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા.
કોંગ્રેસના કયા સભ્યો ભાજપમાં ગયા?
મનુજી ઠાકોર – સુંવાળા, કાળુજી ડાભી – ચેખલા, જગદીશ મેણીયા – શાહપુર, ઈચ્છાબેન પટેલ – માંડલ, દેવકુંવરબેન દાયમા – કૌકા, ઠાકરશીભાઈ રાઠોડ – હેબતપુરનો સમાવેશ થાય છે. હવે આ સભ્યોને ફરી કોંગ્રેસમાં લાવવા પ્રયાસો થઈ રહ્યા છે. પણ તેઓ ભાજપ છોડવા તૈયાર નથી.[:]