[:gj]અમદાવાદ સહિત રાજયમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં દેખાવો[:]

[:gj]નોટબંધીના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીના આ તઘલખી નિર્ણયના  કારણે દેશની અકિલા આમજનતા બરબાદ થઇ અને જે હેતુ માટે આ નિર્ણય લેવાયો તે હેતુ પરિપૂર્ણ થયા નહી હોઇ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ,  ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, નડિયાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિતના સ્થળોએ અકીલા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.  જેમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, આગેવાનોથી માંડી હજારો કાર્યકરો જોડાયા હતા. અમદાવાદમાં પણ આજે સવારે ઇન્કમટેક્ષ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા  જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો અને નેતાઓની હાજરીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન  અને દેખાવોમાં સેંકડો કાર્યકરો ઉમટી પડયા હતા અને એક તબક્કે ટ્રાફિક ચક્કાજામ કરી વિરોધ-સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજયા હતા. જો કે, પોલીસે  ભારે બળપ્રયોગ સાથે તેઓને રસ્તામાંથી હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમના ભાષણમાં મોદી સરકાર  અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના સેંકડો કાર્યકરો આ દેખાવો અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ઉમટયા હતા અને જોરદાર હલ્લાબોલ મચાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા નોટબંધી, મોંઘવારી સહિતના મુદ્દે વેધક પ્રહારો કરતાં બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો પ્રદર્શિત કરાયા હતા તો, હાય રે ભાજપ હાય હાય, મોદી સરકાર હાય હાય સહિતના વિરોધદર્શક સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂકયું હતું. અમદાવાદની માફક રાજયના વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિતના સ્થળોએ પણ કોંગ્રેસના ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રધાનમંત્રીને ઉદ્દેશીને કેટલાંક સવાલો લેખિત સ્વરૂપે આપવામાં આવ્યા હતા. તો સાથે સાથે નોટબંધીનાં નિર્ણયને વડાપ્રધાનનો તઘલખી નિર્ણય ગણાવી જોરદાર સૂત્રોચ્ચાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તા.૮ નવેમ્બર,૨૦૧૬નાં રોજ દેશમાં નોટબંધી કરી દેવામાં આવી હતી. જેને બે વર્ષ પૂર્ણ થવા છતાં જે હેતુ માટે નોટબંધી કરવામાં આવી હતી તે હેતુ સિધ્ધ ન થતાં આજરોજ રાજયભરમાં જિલ્લા-તાલુકા કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા સ્થાનિક જિલ્લા કલેકટર સહિતના સત્તાવાળાઓને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, વડાપ્રધાને મનસ્વી અને આપખુદી રીતે નિર્ણય લઈને રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડના ચલણી નાણાંને રદ કરી દેવામાં આવ્યું. જેનો ઉદ્દેશ આતંકવાદને નાથવા, નકલી નોટોને નાબુદ કરવા તથા કાળુ નાણું બહાર લાવવા માટે હતો. પરંતુ તે પૈકીનો એકપણ ઉદ્દેશ સિધ્ધ નથી થયો. વધુમાં લખ્યું છે કે, નોટબંધી પછી નવી નોટો છાપવા માટેનો ખર્ચ ૭૯૬૫ કરોડ થયો. કેન્દ્ર સરકારનાં નોટબંધીના નિર્ણયને પગલે લઘુ-મધ્યમ ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો, કુટીર ઉદ્યોગો નાશ થવાના આરે આવી ગયા. રોજીંદી આવક વાળા કરોડો લોકોએ પોતાની રોજગારી ગુમાવી દીધી. ભારતીય અર્થતંત્રનાં જીડીપી વિકાસમાં પણ ૧.૫ ટકાનું નુકશાન થયું અને આ નિર્ણયના પગલે દેશમાં ૧૦૦ કરતાં વધુ લોકોએ આઘાતનાં પગલે જીવ ગુમાવ્યા હતા. નોટબંધીનાં બે વર્ષ થવા છતાં પણ હજી દેશમાં કોઈપણ પ્રકારનો સુધારો કે ચીજવસ્તુઓનાં ભાવોમાં ફર્ક પડ્યો નથી. જેનાં કારણે કેટલાંક લેખિતમાં સવાલો રજૂ કરી વડાપ્રધાન સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી અને પ્રજાને જવાબ આપવા માંગણી કરાઇ હતી.[:]