[:gj]અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ [:]

[:gj]અમદાવાદ  મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખાનગી માલિકીની બનાવી દીધી છે. ભાજપ મૂડીવાદી પક્ષ હોવાનું 30 વર્ષમાં સૌથી મોટું ઉદાહરણ એએમટીએસ, બીઆટીએસ, રિવરફ્ંટ જેવા અનેક પ્રોજેક્ટો પરથી સાબિત થઈ ગયું છે.

ઓપરેશન-મેઈન્ટેનન્સની શરત સાથે ૧૦૦ સી.એન.જી.બસો ભાડે લેવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬ કરોડની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી બસ યોજનામાં પ્રતિ કિલોમીટર રૂ.૧૨.૫૦ની રૂ.5.50 કરોડની સહાય મળશે. સંસ્થા સંચાલિત ૧૩૫ બસો છે. જે પૈકી ૧૨૭ બસો જનમાર્ગ દ્વારા આપવામાં આવી છે. જ્યારે ૫ મીની બસ સંસ્થાની માલિકીની છે. આગામી નાણાંકીય વર્ષમાં ૧૦૦ સી.એન.જી.બસની ડીલીવરી મળ્યા બાદ ફીડર બસ ભંગારમાં મોકલાશે.

500 કરોડનું અંદાજપત્ર

૨૦૧૯-૨૦માં રોજ સરેરાશ ૩૦૦ બસો રોડ પર મૂકવામાં આવે છે. ૨૦૧૯-૨૦માં રૂ.૧૨૦ કરોડ થશે.  ૨૦૨૦-૨૧માં રૂ.૧૩૨ કરોડની આવક થવાનો અંદાજ છે. વાર્ષિક રૂ.૪૯૮ કરોડના અંદાજપત્રમાં સ્વ.માલિકીની નવી દસ બસ ખરીદ કરવાની પણ જાગવાઈ કરવામાં આવી નથી. સંસ્થાની ૦૮ બસોને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. આગામી બે-ત્રણ વર્ષમાં આ બસોને પણ સ્ક્રેપ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

લાલદરવાજા નવું સ્ટેશન

લાલ દરવાજા ટર્મીનલને હેરીટેજ ઓપ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રૂ.5.75 કરોડમાં જેને નવો બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કંડક્ટરનો પગાર

લગભગ ૧૦૦ ટકા ખાનગીકરણ થઈ રહ્યું હોવાથી ૭૦૦ કંડકટરોની ફાળવણી મનપામાં કરવામાં આવી હતી. જે પૈકી ૧૦૨ કંડકટર પરત આવ્યાં છે. આ તમામ કંડકટર મનપામાં ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેના પગાર પેટે વાર્ષિક રૂ.૩૦ કરોડનો ખર્ચ ટ્રાન્સ.સર્વિસ ભોગવી રહી છે.

ખાનગી ઠેકેદાર

ખાનગી કોન્ટ્રાક્ટરોને વાર્ષિક રૂ.૧૫૦ કરોડ ચૂકવવામાં આવી રહ્યા છે. સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટરોને રૂ.૧૫૦ કરોડ ચૂકવાય છે તેની સામે કાયમી કર્મચારીઓને પગાર પેટે વાર્ષિક રૂ.૧૩૦ કરોડ અને પેન્શન પેટે રૂ.૧૦૦ કરોડ ચૂકવવામાં આવે છે. આમ, કાયમી કર્મચારી કરતા કોન્ટ્રાક્ટરોને વધુ રકમ ચૂકવવામાં આવી રહી છે.

339 કરોડની લોન

અમપા દ્વારા ચાલુ વર્ષે રૂ.૩૩૯ કરોડ લોન પેટે મળશે. જ્યારે ૨૦૨૦-૨૧માં અમપા પાસેથી લોન પેટે રૂ.૩૫૫ કરોડ મળવાની અપેક્ષા રાખવામાં આવી છે.

એક હજાર બસ ક્યાં

૨૦૦૫-૦૬માં ભાજપાએ એક હજાર બસો દોડાવવાનો જાહેરાત કરી હતી. તે સમયે ૨૮૦  સ્વ.માલિકીની બસો હતી. હવે માલિકીની માત્ર ૦૮ બસો છે. બાકી ૭૭૨ બસો કોન્ટ્રાક્ટરો પાસેથી લેવામાં આવશે.[:]