[:gj]અમપાના હોલમાં વીજ વપરાશના ડબલ પૈસા ભરવા ટોરેન્ટનો આદેશ [:]

[:gj]

ભાડા કરતાં વીજ વપરાશની રમક વધી ગઈ, અમ્યુકો કહે છે કંઈ ખોટુ નથી, ટોરેન્ટ પાવર જવાબ જ નથી આપતું

હેમીંગ્ટન જેમ્સ

અમદાવાદ મ્યુનિસિપલ કોપોર્ર્રેશને પ્રજાને લૂંટવાનું જાણે નક્કી જ કયુર્ર્ હોય તેમ એક નહીં તો બીજી રીતે લોકો પર બોજ નાખવાનું ચાલુ રાખ્યું છે અને આ વખતે તેમની સાથે ટોરેન્ટ પાવર પણ જોડાયું છે. શહેરના પાંચ કોમ્યુનિટી હોલના ચાજીર્ર્સમાં આચાનક જ મીટરમાં દશાર્ર્વતા વીજ દર કરતાં બમણાં વીજ દર હોલ ભાડે લાવનાર પાસેથી લાવનો નિણર્ર્ય લઈને પ્રજા પાસેથી પૈસા નવા દરો પ્રમાણે લેવાનું ચાલુ પણ કરી દીધું છે.

અમ્યુકો પાસે કું 54 હોલ છે તે પૈકીના પાંચ હોલમાં જે પણ કાયર્ર્ક્રમ યોજાય ત્યારે વપરાયેલા વીજ વપરાશના ડબલ પૈસા (જો વીજ વપરાશ પ્રમાણે હોલ રાખનારે રૂપિયા 4 હજાર આપવાના થતાં હોત તો 8 હજાર) હોલ ભાડે લેનાર પાસેથી લેવા તેવો હુકમ કોપર્ર્રેશનના લાઈટ ખાતા દ્વારા જે તે ઝોનના લાઈટ વિભાગને એક પત્ર દ્વારા ગયા મહિને કરવામાં આવ્યો. આ પત્ર ઝોનમાં બેસતાં લાઈટ વિભાગના આસીસ્ટન્ટ એન્જિનિયરને મોકલવમાં આવ્યા હતા. આ વાત ત્યારે બહાર આવી જ્યારે લોકો હોલના વપરાશના બાકી નિકળતા નાણા ભરવા માટે કોપોર્ર્શનની ઓફિસે ગયાં.

પંકજ ભટ્ટ, ખાડિયાના રહેવાસી છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે. જુલાઈના બીજા સપ્તાહમાં કાંકરિયા બળવંતરાય હોલમાં રાખવામાં આવેલા તેમની ભત્રીજીના લગ્નના બાકી નીકળતા નાણા ભરવા માટે સાઉથ ઝોનની ઓફિસે ગયા હતા. જ્યારે તેમને વીજ વપરાશના નાણા બમણાં ભરવાના છે તેવું ગમતરી બાદ ખબર પડી તો તેમણે પૈસા ભરવાનો ઈન્કાર કરી દીધો. તેમણે જણાવ્યું કે, રાતો રાત કોઈ નિણર્ર્ય લઈને લોકોને હેરાન કરવાના એ કોપોર્ર્રેશનની તારીસ છે પણ માત્ર પાંચ જ હોલમાં કેમ.

આ જ રીતે ગત જુલાઈ પાંચના રોજ પોતાના માતાનું બેસણુ કાંકરીયા પુષ્પકુંજ ખાતે આવેલા બળવંત રાય હોલમાં રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, બેસણું ફક્ત ત્રણ કલાક જ હતું જેનું ભાડુ રૂપિયા 3 હજાર થયું અને વીજળીનું બીલ રૂપિયા 5 હજાર. આવું કેવી રીતે બને. હું આ અંગ અમ્યુકોમાં ફરિયાદ જરૂર કરીશ.

આ અંગે જ્યારે લાઈટ વિભાગના એડીશનલ સીટી એન્જિનયર એમ કે નિનામાને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આ નિણર્ર્ય અમારો નથી ટોરેન્ટ વાપરનો છે. અને આમ કરવા માટે ટેકિનકલ કારણો જવાબદાર છે એટલે કઈં ખોટું નથી.

ડેપ્યુટી સિટી એન્જિનિયર, એ એ મલે જણાવ્યું કે, ટોરેન્ટના પત્રના આધારે આ નિણર્ર્ય લેવાયો છે અને તે ચાજીર્ર્સ અમારા નથી. અમારે પણ અમારી ઓફિસમાં વધારે પૈસા ભરવા પડે છે.

જ્યારે આ અંગે અમુલ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે, આવી કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી આવી અને અમે તે અંગે તપાસ કરીશું.

ટોરેન્ટ પાવરને આ અંગે પુછતાં બે મેઈલ કરવામાં આવ્યાં બાદ પણ લાંબો સમય રાહ જોઈ પણ તેમને મેઈલનો જબાવ આપ્યો નહીં.

ડબલ ચાજીર્ર્સ કેવી રીતે
અમ્યુકોના લાઈટ વિભાગ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા પત્ર અનુસાર જ્યારે હોલ ભાડે લાવમાં આવે ત્યારે મીટરનું રીડીંગ નોંધી લઈને જ્યારે હોલનો કબજો પાછો સોંપવામાં આવે ત્યારે જે રીડીંગ આવે તેમાંથી અગાઉનું રીડીંગ બાદ કરીને જે પણ રકમ આવે તેને બે (2) વડે ગુણીને રકમની ભરપાઈ કરવાની રહે. અમ્યુકોના એન્જિનિયર નિનામાના જણાવ્યા અનુસાર, કેટલાક હોલ છે જ્યાં મીટર અલગ લગાવવામાં આવ્યા છે જ્યારે બીજે અલગ છે એટલે તે પાંચ જગ્યાઓએ મલ્ટીપ્લાઈંગ ફેક્ટર લગાવવું પડ્યુ હોઈ શકે.

અમ્યુકોનું બહાનું
મલના જણાવ્યા પ્રમાણે અમ્યુકોની કેટલીક પ્રોપટીર્ર્ એવી છે જ્યારે હાઈ ટેન્શન કનેકશન આવપામાં આવેલું છે અને તેના વાયર જાડા હોવાના કાપણે ત્યાં કરંટ ટ્રાન્સફોમર્ર્ લગાવેલા હોય છે જેના કારણ વીજળીનો પુરી મળે પણ મીટર બરૂબર ફરે નહીં. પરિણામે ઓછું રીડીં આવે અને બીલની રકમ પણ ઓછી આવે. એટલે મલ્ટીપ્લાઈંગ ફેક્ટર લગાવવું પડે. અધિકારીઓ કહે છે કે જ્યાં જ્યાં વપરાશ વધારે હશે ત્યાં ત્યાં આવી વ્યવસ્થા કરવામાં આવી હોય તેવુ બને.

કયા કયા હોલમાં બમણાં પૈસા લેવાશે
નરોત્તમ ઝવેરી હોલ, પાલડી
સાંસ્કૃતિક હોલ, ભુદરપુરા
પિકનીક હોલ, કાંકરિયા
બળવંતરાય કોમ્યુનિટી હોલ, કાંકરીયા
લોલજીભાઈ પરમાર કોમ્યુનિટી હોલ, બહેરામપુરા

[:]