[:gj]અમપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો[:]

[:gj]

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી અમપાની ટીમ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓ-ઢોરના ત્રાસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. આ માટે અમપા દ્વારા કુલ 10 ટીમો બનાવીને બે શિફ્ટમાં તમામ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે દક્ષિણ ઝોનની ટીમ દ્વારા વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ નજીક રખડતાં ઢોરને પકડવા માટેની કામગીરી માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન મહિલાઓ અને પુરુષો સહિતના ટોળાએ ઢોર પકડવા ગયેલી અમપાની ટીમ ઉપર હુમલો કરીને મારામારી કરી હતી અને તેમની ટીમની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ મામલે અમપાના કર્મચારી દ્વારા વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

[:]