[:gj]અમપા દ્વારા ઓનલાઈન ફરીયાદોના નિકાલના નામે નર્યુ જુઠ્ઠાણુ [:]

[:gj]અમદાવાદ,તા.0૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૫ના વર્ષથી શહેરના સાત ઝોનમાં નાગરીકોની નળ,ગટર અને રસ્તાને લઈને આવતી ફરીયાદોનો નિકાલ ઓનલાઈન ૧,૫૫,૩૦૩ નંબર ઉપર ફરીયાદ નોંધાવવાથી કરવામાં આવી રહ્યો છે.આમ છતાં શહેરના મોટાભાગના નાગરીકોની ફરીયાદોનો નિકાલ કર્યા વગર ફરીયાદ જ બંધ કરી દેવાતી હોવાની ફરીયાદો વ્યાપક બની છે.

આ અંગે નાગરિક સશકિતકરણ મંચના કન્વીનર જતીન શેઠે કહ્યુ હતુંકે નાગરીક સશકિતકરણ મંચ દ્વારા શહેરના પશ્ચિમઝોન અને દક્ષિણઝોનમાં રસ્તાઓ પર ખાડા પડવા અંગેની ફરીયાદો કરી હતી.જેનો નિકાલ કર્યા વગર જ ફરિયાદો બંધ કરી દેવાતા એએમસી સેવા એપ્સ દ્વારા તેમણે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા,મેયર બિજલ પટેલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ,રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન રમેશ દેસાઈ અને સિટી ઈજનેર હીતેશ કોન્ટ્રાકટરને લેખિતમાં જે ફરિયાદોનો નિકાલ કર્યા વગર જ ફરિયાદોનો નિકાલ કરાયો હોવાનુ કારણ આગળ ધરીને બંધ કરવામાં આવી છે તેની એક યાદી રજુ કરી છે.

પશ્ચિમઝોનમાં શું પરિસ્થિતિ છે..

શહેરના વિજય ચાર રસ્તા ઉપર આલય ટાવર સામે,માતૃછાયા બંગલો સામે,કોમર્સ છ રસ્તા પાસે ૨૪ ઓગસ્ટ અને ૨૯ ઓગસ્ટના રોજ રસ્તાઓ ઉપર ખાડા પડવા ઉપરાંત કચરો બાળવામાં આવતો હોવાની સાથે પેચવર્ક ન કરવામાં આવ્યુ હોવાની ફરિયાદો ઓનલાઈન કરવામાં આવી હતી.આ ફરિયાદોનો નિકાલ કરવામાં ન આવ્યો હોવા છતાં આ ફરિયાદોનો નિકાલ થઈ ગયો હોવાનુ કારણ આગળ ધરીને ફરિયાદો બંધ કરી દેવાઈ છે

દક્ષિણઝોનમાં કેવી  પરિસ્થિતિ છે.

શહેરના દક્ષિણઝોનમાં ખોડીયારનગર થી દાણીલીમડા વિસ્તારમા ભુવા પડેલા છે.ઉપરાંત જશોદાનગર સર્કલ પાસે ખાડા પડેલા છે.સંજય દવાખાના,જશોદાનગર પાસે ડ્રેનેજ પર ઢાંકણુ ન હોવા બાબતે ફરીયાદ ૧૮ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન કરાઈ હતી.પણ ફરિયાદોનો નિકાલ કર્યા વગર બંધ કરી દેવામાં આવી છે.

જાન્યુઆરી-એક-૨૦૧૯થી ૨૧ ઓગસ્ટ-૨૦૧૯ સુધી મળેલી વિવિધ ફરીયાદોનું ચિત્ર

ફરીયાદનો પ્રકાર           ફરીયાદ
ડ્રેઈન બ્લોક(ટીપી રસ્તા)  ૫૦,૫૬૩
લાઈટ(સોસા,પોળ,ચાલી)  ૨૦,૨૬૯
લાઈટ(મેઈન રોડ)        ૧૨,૧૨૬
ડ્રેઈન(વિવિધ રસ્તા)       ૧૫૪૩૫
મચ્છરો વિશે              ૧૦,૯૨૯
ગટરોમાં શિલ્ટ મામલે     ૯,૧૫૯
સફાઈ કામદાર ગેરહાજ  ર ૬,૩૭૩
ડોર ટુ ડોર સફાઈની     ૮,૮૫૨
ડસ્ટ અંગેની             ૬૭૪૧

ઝોન ફરીયાદનો પ્રકાર ફરીયાદ
પશ્ચિમ મેલેરીયા    ૩૬૧૦
લાઈટ              ૭૧૨૬
ડ્રેનેજ              ૧૪,૨૬૧
ગાર્બેજ             ૪૨૨૦
દ.પશ્ચિમ મેલેરીયા  ૯૬૧
લાઈટ             ૨૫૬૭
ડ્રેનેજ              ૧૬૨૩
ગાર્બેજ            ૫૦૦
ઉ.પશ્ચિમ મેલેરીયા  ૧૩૫૨
લાઈટ              ૩૩૭૩
ડ્રેનેજ              ૩૦૭૭
ગાર્બેજ            ૧૦૬૨
દક્ષિણ મેલેરીયા   ૧૭૯૭
લાઈટ              ૭૨૭૮
ડ્રેનેજ              ૭૪૩૬
ગાર્બેજ            ૧૨૦૯
ઉત્તર મેલેરીયા     ૮૯૯
લાઈટ              ૪૧૮૪
ડ્રેનેજ               ૬૬૩૩
ગાર્બેજ             ૭૪૩[:]