[:gj]અમરેલીને વધું બે પોલીસ મથક આપો [:]

[:gj]રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. હવે અમરેલી શહેર અને તાલુકાના 7ર ગામો વચ્‍ચે વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર છે. શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય, અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત છે.

અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હાલમાં તાલુકા પોલીસમાં સમાવેશ થયા છે. જો રાજય સરકાર અમરેલીશહેર માટે એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરે તેમજ તાલુકાના ચિતલ ખાતે પણ એક પોલીસ સ્‍ટેશન કાર્યરત કરવામાં આવે તો કાયદો-વ્‍યવસ્‍થા વધારે મજબુત બની શકે તેમ છે.

અમરેલીના ધારાસભ્‍ય અને સાસંદે રાજય સરકાર સમક્ષ આ અંગેની રજુઆત કરવાની જરૂર છે. એવું લોકો કહી રહ્યા છે.[:]