[:gj]અમરેલીમાં પરેશ ધાનાણીને લોકસભા લડાવાશે [:]

[:gj]અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે. ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્‍પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું કાર્યકરથી લઈને હાઈકમાન્‍ડ પણ માની રહૃાું છે.

માત્ર ર6 વર્ષની વયે વર્ષ 2002માં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, ભાજપનાં દિલીપ સંઘાણીને 2012માં,  ભાજપ બાવકુ ઉંઘાડને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત કરીને પરેશ ધાનાણીએ ભાજપનાં નેતાઓને સતત પડકારી રહ્યાં છે. પરેશ ધાનાણીની લોકપ્રિયતા દરેક સમાજ અને દરેક વયના મતદારોમાં જોવા મળી રહી છે. સરળ સ્‍વભાવ અને ખેડૂત તરીકે આજે પણ ખેતરમાં કામ કરવા જાય છે. કાવાદાવાથી અલિપ્‍ત રહેતાં હોવાથી તેમજ આમ નાગરિક જેવું જીવન જીવતાં હોવાથી તેઓ મતદારોમાં પ્રિય છે.

ભાજપ ઘ્‍વારા અમરેલી બેઠક જાળવી રાખવા માટે શામ, દામ, દંડ અને ભેદની રીતરસમ શરૂ થઈ છે. કોઈપણ સંજોગોમાં બેઠક પર વિજેતા થવા ભાજપ હાઈકમાન્‍ડ તૈયાર થયું છે.

અમરેલી તાલુકાના દેવળીયા ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ખાટલા બેઠક કરી હતી.  અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગામજનોને તથા આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભાની બેઠક જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષને જીતાડવા હાંકલ કરી હતી. તથા 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સ્‍પષ્‍ટ બહુમતી સાથે કેન્‍દ્રમાં સરકાર બનાવશે એવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.

અમરેલી જિલ્‍લો આઝાદીનાં 72 વર્ષ બાદ અદ્યોગતિ તરફ ધકેલાઈ રહૃાો છે. રાજકીય પક્ષો જ્ઞાતિવાદનાં જોરે સાંસદની પસંદગી કરવાનાં ધંધે ચડી ગયા છે. મતદારો ખૂશ નથી. જિલ્‍લાની આર્થિક હાલત અતિ કંગાળ બની ચુકી છે. માળખાકીય સુવિધાઓ કયાંય જોવા મળતી નથી. કૃષિક્ષેત્ર પણ વિકટ પરિસ્‍થિતિમાં આવી ચુકયું છે. બેરોજગારી, ભ્રષ્‍ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે લોકો અહીં હવે પરિવર્તન ઝંખે છે.

ભાજપના નેતાઓએ ચૂંટણીની આચાર સંહિતા અમલી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણીના જિલ્લા અમરેલીમાં મતની ખરીદી કરી હતી. આ અંગે અનેક પુરાવા બહાર આવ્યા છે. ભાજપના અમરેલી જિલ્લાના ભાજપના પ્રભારી ભરત ગાજિપરાએ સગર સમાજને અનેક પ્રલોભનો અને લોભ લેખિતમાં આપ્યા હતા. જે અંગે સગર સમાજના કેટલાંક યુવાનો ભાજપે તેના મત ખરીદીના વચનો નિભાવ્યા ન હતા.

ગાજીપરાએ પોતાની સહી સાથે એક પત્ર તા.7 ડિસેમ્બર 2017ના રોજ પત્ર લખ્યો હતો કે, સગર સમાજને ભાજપ સંપૂર્ણ સહકાર આપશે. તેમના સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તથા રાજ્યના ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો પ્રયત્ન કરશે. સરકારમાં બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત બીજા કેટલાંક પુરાવાઓ પણ આ યુવાનો પાસે છે.

સગર સમાજના ઉપપ્રમુખ સચિન સગરે જણાવ્યું હતું કે અમારી સાથે ભાજપે ડિલ કર્યું હતું કે જો તમે પક્ષને મત આપશો તો તમારા માટે સમાજને હોદ્દા અને પક્ષમાં સ્થાન આપવામાં આવશે. અમરેલીમાં અમારા 35 હજાર મત હતા. જે મત ભાજપને આપવા માટે અમારી સાથે આ ડિલ કર્યું હતું. જિલ્લા ભાજપના લેટર હેટ પર અમને તેમની સહીથી આપેલું હતું. પરંતુ અમારા સમાજનો કાર્યક્રમ થયો તેમાં કોઈ નેતા આવ્યા નહીં અમને આપેલા વચનોમાં ભાજપ ફરી ગયો છે અને અન્યાય કર્યો છે. આ અંગે પક્ષ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી સામે અમે રજૂઆત કરી હતી પણ તેઓ આ અંગે કંઈ કરવા તૈયાર નથી.

ભાજપે મત મેળવવા માટે કેવું જ્ઞાતિવાદનું કાર્ડ ખેલ્યું હતું તે આ પરથી સ્પષ્ટ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક ઓડિયો ટેપ પણ વઢવાણના ઉમેદવારને જીતાડવા માટે જૈન લધુમતી તરીકેનું કાર્ય ખેલ્યુ હતું તે બહાર આવ્યું હતું. કેટલીક જ્ઞાતિઓ ખૂલ્લીને બહાર આવી છે અને કેટલીક જ્ઞાતિઓ બોલતી નથી. જ્ઞાતિઓના વડા સાથે નાણાકીય વ્યવહાર થતાં હતા પણ આ યુવાનોએ પોતાની જ્ઞાતિ સગર સમાજ માટે પૈસા લેવાના બદલે સામાજિક કામ કરવાની વાત પકડી રાખી હતી. તેમાં પણ રાજકીય નેતાઓ ફરી ગયા હોવાથી હવે તેઓ નિરાશ થઈ ગયા છે અને લડવા માટે આગળ વધી રહ્યાં છે.[:]