[:gj]અમરેલી સભામાં રાજકીય મહિલાના કપડાં ફાડી નંખાયા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં[:]

[:gj]અમરેલી નગરપાલિકામાં સામાન્‍યસભામાં કોંગ્રેસનાં દ્વારા સામસામે ખુરશી ફેંકવા, ગાળો આપવા સહિતની ઘટના બાદ સામસામે પોલીસ ફરિયાદ 8 સપ્ટેમ્બર 2018ના દિવસે નોંધવામાં આવી હોવા છતાં હજુ સુધી ગાળો આપનાર સભ્યો અને હિંસા પર ઉપરી આવનાર સભ્યો સામે પોલીસે કાર્યવાહી કરી નથી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો મત વિસ્તાર હોવાથી પોલીસ યોગ્ય રીતે તપાસ ન કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરેશ ધાનાણીના ભાઈ આ ઘટનામાં સંડોવાયેલાં હોવાથી પોલીસ તપાસ કરી રહી નથી એવો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે.

કેટલાંક સભ્યોએ ત્રણ મહિલાના કપડાં પણ ફાડી નાંખવાનું હીચકારુ કૃત્ય ભરી સભામાં કરવામાં આવ્યું હતું. તેમ છતાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ થતી ન હોવાથી તેમાં રાજકારણ રમવામાં આવી રહ્યું હોવાનું પણ માનવામાં આવે છે. ખુરશી ફેંકવાના કારણે ચાર મહિલા સભ્યો જશુ ચંદુ બારૈયા, બાલુ દિનેશ પરમાર, સમીના અલ્‍તાફ સંધાર,  રીટા કૌશિક ટાંકને ઈજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.

એજન્‍ડાની ચર્ચા બાબતે ગરમાગરમી થયા બાદ હાથથી મારામારી કરીને ખુરશઓ ફેંકવામાં આવી હતી. કેટલાંકને તો ઈજા પણ થઈ હતી. જેમને સારવાર પણ આપવી પડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડોયો પણ છે. આમ તમામ પુરાવા હોવા છતાં તે અંગે પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.

પાલિકા પ્રમુખ જયંતિ રાણવાની આગેવાની હેઠળ તમામ સભ્યો ગુંડાગીરી બંધ કરોનાં નારા સાથે સીટી પોલીસ મથકે કૂચ કરી ગયા હતા. કોંગ્રેસે સમાધાન કરવા માટે વાટાઘાટો પણ કરી હતી, જે વિફળ રહી હતી.

અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિ રાણવાએ આ ઘટના અંગે ફરિયાદ કરી છે. જેમાં સંદિપ ધાનાણી, હંસા જોષી, પતાંજલ કાબરીયા, ઈકબાલ બીલખીયા, માધવી જોષી, ચંદ્રીકા સોળીયા, પ્રકાશ લાખાણી તથા નાન બિલખીયા સામે ફરિયાદ નોંધાવી છે. પ્રમુખને જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો બોલવા અંગે તથા પાલિકાના પ્રમુખને મારી નાંખવા હુમલો કર્યો હોવાની પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

અમરેલી નગરપાલિકાની સાત ખુરશીઓ તથા ટેબલ તોડી નાખીને સરકારી મિલ્‍કતને રૂા. 10 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવામાં આવી છે. પોલીસે પાલિકાનાં કોંગીના 8 સદસ્‍યો સામે 3ર3, પ04, પ06(ર), 4ર7, 114, ડેમેજ પ્રોપર્ટી એકટ કલમ-3 તથા એટ્રોસીટીની કલમ નીચે ફરિયાદ નોંધી હતી. જેમાં કોઈ પ્રગતિ થઈ નથી.

તેની સામે પણ આવી જ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં બાલુબેન દિનેશભાઈ પરમારે 7 સપ્ટેમ્બર 2018ના દિવસે મોડી રાત્રીનાં કોંગ્રેસનાં સભ્ય જયશ્રી ડાબસરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અલ્‍કા ગોંડલીયા, પદમા ગોસાઈ, નટુ સોજીત્રા, પંકજ રાઠોડ, હિરેન સોજીત્રા, મૌલીક ઉપાઘ્‍યાય, ઉપપ્રમુખ શકિલ સૈયદ, પ્રકાશ કાબરીયા, માધવી જાની તથા અમરેલી પાલિકાનાં ચીફ ઓફીસર સામે ખુરશીઓ વડે માર મારી ગાળો આપી બાલુ તથા રમેશ ભાભરને જ્ઞાતિ અંગે અપમાનિત કરવાની ઘટનાનું વર્ણન કરાયું છે. મહિલાઓના કપડા ફાડી નાખવાની વાત પ્રકાશમાં આવી છે.  323, 504, 114 તથા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધી હતી.

કોંગ્રેસનાં યભ્યો ગુંડાગીરી પગ ઉતરી આવ્યા હતા. લોકશાહીના બદલે અહીં ગુંડાશાહી જોવા મળી હતી. જ ચિફ ઓફિસર ઉપર હુમલો કરી ખુરશીઓ ફેંકવામાં આવી હતી. જેમાં ચાર મહિલા સભ્યોને ઈજા થઈ હતી.  ચિફ ઓફિસર પર થયેલા હુમલાથી પાલિકાનાં કર્મચારીઓ તુરંત હડતાળ પર ઉતરી ગયા હતા અને કોંગ્રેસના આવા બેહુદા વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસનું આંતરિક રાજકારણ તે માટે જવાબદાર છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના ભાઈને આગળ કરતાં કોંગ્રેસમાં બળવો થયો હતો. તેથી કોંગ્રેસના બળવાખોર પ્રમુખ જયંતી રાણવા તથા સભ્યો હાલ ભાજપના ટેકાથી સત્તા પર છે. ભાજપે પણ કોંગ્રેસની ચૂંટાયેલી સભાને તોડી પાડવા માટે વિલનની ભૂમિકા ભજવી હતી.

વાત ત્યારે વણસી કે જ્યારે એજન્‍ડામાંલેવામાં આવેલ 93 કામો 24 સદસ્‍યો વિરૂઘ્‍ધ 18 મતથી બહુમતીથી  પસાર કરી દેવાયા હતા. તેથી વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા હતા. હોબાળો મચાવી પાણી વેરા વધારા સહિતનાં ઠરાવો અંગે ચર્ચાની માંગણી કરી ચીફ ઓફિસર તેમજ પ્રમુખ ઉપર હલ્‍લાબોલ મચાવી ખુરશીઓનાં છુટા ઘા કર્યા હતા.

ધમાલ થશે એવું આયોજન હોવા છતાં પ્રમુખ દ્વારા પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવ્યો ન હતો. વિરોધપક્ષ કોંગ્રેસના સભ્યો ગુંડાગર્દી ઉપર ઉતરી આવી ચિફ ઓફિસર એલ.જી. હુણ પર ખુરશીઓ ફેંકી હતી.

 [:]