[:gj]અર્બન બેંકમાં સાત વર્ષ પછી પહેલીવાર મત માટે કશ્મકશ[:]

[:gj]મહેસાણા, તા.૦૩

9 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી રાજ્યની બીજા નંબરની મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન બેંકની આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં છેલ્લે વર્ષ 2013ની ચૂંટણીમાં મતદાન થયું હતું. તે પછી 2015માં બિનહરીફ થઇ અને વર્ષ 2013ના શાસકો યથાવત રહ્યા હતા. હવે સાત વર્ષ બાદ મતદાન થનાર હોઇ બંને પેનલો સહિતના ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શહેરમાં પહેલીવાર આ બેંકની ચૂંટણીમાં સભાસદોના મત માટે રિક્ષા ફરતી કરવી પડી છે, તો શહેરમાં હોર્ડિંગ્સ પણ લાગ્યા છે.

અર્બન બેંકની ચૂંટણીમાં સ્થાપનાકાળથી સંકળાયેલા ચંદુભાઇ પટેલની પેનલને મ્હાત આપવા વર્તમાન ડિરેક્ટર ડી.એમ. પટેલની પેનલ મેદાને છે. ત્રીજો મોરચો પણ હોઇ અગાઉના વર્ષોમાં નિરસ રહેલી ચૂંટણી આ વખતે રસપ્રદ બની ગઇ છે. હાલમાં સંપર્ક તો ઠીક છે પણ રસ્તામાં જાણે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય એમ પહેલીવાર હોર્ડિંગ લગાવવા પડ્યા છે, તો રિક્ષા ફેરવીને મત આપજો એવી ગુંજ સભાસદ મતદારો સુધી પહોંચતી કરવા મથામણ કરવી પડી રહી છે.

બેંકના સૂત્રોએ કહ્યું કે, વર્ષ 2013માં હરીફો હોઇ મતદાન થયું હતું, તે વખતે ત્રણ વર્ષના કાર્યકાળ પછી 2015માં ચૂંટણી આવી તે બિનહરીફ થતાં એ સત્તાધિશોનો વહીવટ વર્ષ 2019 સુધી અકબંધ રહ્યો છે. આ વખતની ચૂંટણી સહકારી આગેવાનો માટે લીટમસ ટેસ્ટ જેવી બની છે. જેમાં પરિર્વતન પેનલમાં પણ 15 સભ્યોની પણ ઉછળકૂદ મતોના ગાબડામાં કેટલાકને નુકસાન તો કેટલાકને ફાયદારૂપ બની શકે તેમ મતો અંકે કરવા માંધાતાઓને કસરત વધુ કરવી પડશે તેવું સહકારી સમીકરણોમાં ચર્ચાય છે.[:]