[:gj]અલ્પેશ ઠાકોરે અમારા સમાજનો આર્થિક ફાયદો લઈ બદનામ કર્યો છે [:]

[:gj]અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે. ગુજરાતના તમામ નેતાઓ અલ્પેઠના આર્થિક નાટકથી ખફા છે અને વિરોધ કરી રહ્યાં છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને તેમણે કોઈ ન્યાય આપ્યો નથી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાના નામે અલ્પેશ ઠાકોરે આર્થિક અને રાજકીય લાભ મેળવ્યા છે. 2017માં પક્ષ સાથે ડીલ કર્યું, ખાનગી શોદાબાજી કરી હતી.

અલ્પેશ ઠાકોરની હુમશાહી અને અહંમના કારણે ઠાકોર સેના છોડનાર રમેશ ઠાકોર કહે છે તે, ઠાકોર સેના ઊભી કરનારા અમે હતા. નક્કી કર્યું હતું કે ઠાકોર સેનાના નામે કોઈ રાજકાણમાં નહીં જાય. તેમ છતાં તે રાજકારણમાં ગયો છે, માત્ર સ્વાર્થની રાજનીતિ તે રમે છે. ઠાકોરના કલ્યાણ માટે તેને કંઈ પડી નથી. તેમણે ઉપાડેલી સામજીક ચળવળ કેમ બંધ કરી દીધી છે. શું થયું તેમાં ?

ઠાકોર સેનાને ઢાલ બનાવીને અને ઠાકોર સેનાનું નામ લેવાનું અને વ્યક્તિગત લાભ મેળવવાનો તેનો હેતુ છે. તેની સાથે ઠાકોર સમાજ અને ઠાકોર સેના નથી. કારણ કે તે વિશ્વનિયતા ગુમાવી ચૂક્યા છે. સમાજ સમજી ગયો છે. ઠાકોર સેના કે સમાજ સહકાર નહીં આપે. વારંવાર નાટક કર્યા છે. ખેલ કર્યા છે. સમાજની આવરૂ ઓછી થઈ છે.

5000 માણસ અલ્પેશ ઠાકોર ભેગા કરી શકે તેમ નથી. તેને પડકાર ફેંકું છું કે તે 5000 માણસો ભેગા કરી બતાવે. તેણે સમાજ સાથે દગા કર્યો છે. તેથી તેની સાથે હવે કોઈ નથી.[:]