[:gj]અલ્પેશ ઠાકોર પોતાનો ઉમેદવાર ઊભો રાખી બળવો કરી કોંગ્રેસને હરાવશે[:]

[:gj]શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભા બેઠક પર હવે બે ચૌધરી વચ્ચે જ મુકાબલો હોવાથી અહીં કોઈ એક ચૌધરી ચૂંટાશે તેથી અનેક નેતાઓ શંકર ચૌધરીની મેલી મુરાદથી નારાજ છે. લોકો ઈચ્છતા હતા કે હરી ચૌધરીની જગ્યાએ ભાજપમાંથી બીજા કોઈ સમાજને ટિકિટ આપવામાં આવે. પરંતુ શંકર ચૌધરીએ ભાજપની રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત ચૌધરી પટેલને ટિકિટ આપી હતી. તેથી તે બેઠક ખાલી થાય અને ત્યાંથી શંકર ચૌધરી પેટા ચૂંટણી લડીને ફરી રૂપાણી સરકારમાં આરોગ્ય પ્રધાન બને. આમ આ બાબત ખૂલ્લી પડી જતાં અને બનાસકાઠા બેઠક પર માત્ર ચૌધરી જ ચૂંટાઈ તેમ હોવાથી હવે અલેપશ ઠાકોર અને ભાજપ તથા કોંગ્રેસના ઠાકોર નેતાઓ એક થયા છે.

અલ્પેશ ઠાકોર હવે પોતાનો ઉમેદવાર ઊભો રાખવા માટે રાતના સમયે બેઠક બોલાવી હતી. જેમાં ઠાકોર સેનાના ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કરાયું હતું. અલ્પેશ ઠાકોરે અહીં પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપ ઠાકોરને અપક્ષ ઊમેદવારી કરવાનું નક્કી કર્યું છે. તેમણે બેઠકમાં જાહેર કર્યું હતું કે, કોંગ્રેસમાં હવે તેમનું કોઈ સાંભળતું નથી. ઠાકોર સેનાને કોઈ ટિકિટ આપે તેમ નથી. તેથી હવે અપક્ષ તરીકે સ્વરૂપ ઠાકોરને કોંગ્રેસના જ ઉમેદવાર સામે ઊભા રાખી ચૂંટણી લડાવવી.

આમ અલ્પેશ ઠાકોરે હવે ખુલ્લીને કોંગ્રેસ સામે બળવાનો માર્ગ અપનાવ્યો છે. હવે ખુ્લ્લેઆમ સ્વરૂપના સમર્થનમાં અલ્પેશ ઠાકોર  પ્રચાર કરશે. તેમણે નક્કી કરી લીધું છે કે કોંગ્રેસ જે પગલાં ભરશે તેની તેમને કોઈ પરવા નથી. આમ હવે તે અહેમદ પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને આ રીતે રાજકીય રીતે પડકારીને કોંગ્રેસને ખતમ કરવાની વ્યૂહરચના ગોઠવી છે.

અલ્પેશ ઠાકોર ભાજપના નેતાઓની સાથે મળીને સ્વરૂપ ઠાકોરને ઊમેદવાર જાહેર કરવાના છે તે ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ હતા. તેમનું વતન વાવના બિયોક ગામ છે. હાલ સ્વરૂપ ઠાકોર પોતે ઠાકોર સેનાના રાજ્યના ઉપપ્રમુખ છે.

વળી, ભાજપના કેસાજી અને લીલાધર અને કોંગ્રેસના અલ્પેશ ઠાકોરનો પોતાના પક્ષ સામે અસંતોષ છે. હવે તેઓ ભાજપ અને કોંગ્રેસ ભૂલીને માત્ર ઠાકોરનું જ ગણીત ચલાવશે. ઠાકોરોના મત મેળવશે. અને ભાજપ તથા કોંગ્રેસને હરાવશે.[:]