[:gj]અલ્પેશનો પાંચમો પરાજય, જગદીશનો જયજયકાર [:]

[:gj]અલ્પેશ ઠાકોર પાટણની બેઠકને લઈને જીદે ભરાયો હતો. તેમને લોકસભાની ટિકિટ આપવાનો કોંગ્રેસે સાફ ઈન્કાર કરી દીધો છે અને કોંગ્રેસના સમજુ અને પીઢ નેતા જગદીશ ટાકોરને પાટણ બેઠક પરથી ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે. આમ અલ્પેશ ઠાકોરનો આ પાંચમો કારમો પરાજય થયો છે. તેને કોંગ્રેસના પ્રમુખ બનવું હતું. તેમને પિતા ખોડાજી ઠાકોરને અમદાવાદ જિલ્લા પ્રમુખ પદેથી ખદેડી દેવામાં આવ્યા હતા. અલગ ઠાકોર સેનાની રચના કરવામા આવી છે. ભાજપમાં તે જવા માંગતો હતો પણ ભાજપે તેને પ્રવેશ આપવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આમ તેમના 5 કારમા પરાજય ખૂબજ ટૂંકા સમયમાં થયા છે.

પાટણ બેઠક પર નેતાઓ જગદીશ ઠાકોરને ટીકીટ આપવાની તરફેણમાં છે. જ્યારે અલ્પેશ ઠાકોર જગદીશ ઠાકોરનો વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ઠાકોર નેતાઓ વચ્ચે આ મામલે બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પર દબાણ વધારવા માટે તેમણે પાટણમાં ઠાકોર સમાજની બેઠક પણ કરાવી હતી. પણ તેમની કારી ફાવી નથી.

અલ્પેશ ઠાકોરે વિરોધ કર્યા બાદ જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.

અલ્પેશ ઠાકોર પાટણની બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. તેઓ રાજીનામુ આપે ખાલી પડનારી વિધાનસભાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી પેટા ચૂંટણી લડશે એવી ખાનગી સમજૂતી પણ થઈ હતી. આમ લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય ત્યાર પહેલાં જ આ પ્રકારની રાજકીય સોદાબાજી તેમણે શંકર ચોધરી સાથે કરી હતી.

ડીસાના ભોયણ ખાતે યોજાયેલ ઠાકોર સેનાની બેઠકમાં જો ઠાકોર સમાજને કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પરિણામ ભોગવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરનું નામ લગભગ નિશ્ચિત હોવાનું મનાય છે. તેમનું નામ વહેતું થતાં કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તાઓએ કિરીટ પટેલની ઓફીસે ઉજવણી કરી પેંડા વહેંચ્યા હતા.
ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે. જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.

રાજ્ય કોંગ્રેસ માટે પાટણ બેઠકને અલ્પેશ ઠાકોરે માથાનો દુખાવો બનાવી દીધી હતી. પાટણ બેઠક પર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી હતી.

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરના પાટણ સ્થિત નિવાસસ્થાને પણ એક બેઠક કરવામાં આવી હતી, અગામી આવનાર લોકસભા ચુંટણી મુદ્દે કોંગ્રસના દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી અને પાટણ લોકસભાની બેઠક પર કોણ ઉમેદવાર ચુંટણી લડી શકે તેમ છે તે અંગેની ચર્ચા કરાઈ હતી. જોકે પાટણ લોકસભાની બેઠકને લઈ કોંગ્રેસમાં ખટરાગ ઉભો થવાના સંકેતો પણ મળ્યા હતા.

પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર લગભગ નક્કી છે. જોકે જગદીશ ઠાકોર સામે અલ્પેશ ઠાકોર આડો ફાટયો છે અને ઠાકોર સેનાના નામે કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ ઊભું કરી બ્લેકમેલિંગ શરૂ કરી દીધું છે, જેમાં તેની માગણી છે કે, પાટણની ટિકિટ તેને જ મળવી જોઈએ. એટલું જ નહિ પરંતુ જો પોતાને ટિકિટ નહિ મળે તો જોવા જેવી થશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરે હાઈકમાન્ડને ચીમકી આપી છે કે, જો પાટણ લોકસભા બેઠક પરની ટિકિટ તેને નહિ આપવામાં આવે તો જોવા જેવી થશે. છેલ્લા દસેક દિવસથી ઠાકોર ક્ષત્રિય સેનાના નામે આ સત્તાલાલચુ ધારાસભ્ય દબાણ ઊભું કરાવી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાને જ ટિકિટ મળે તે માટે નિર્ણય કરવા દબાણ ઊભું કરાઈ રહ્યું છે.[:]