આંદોલન કરતાં નોકરીમાંથી દૂર કર્યા

પાટણ યુનીવર્સીટીમાં બાંધકામ વિભાગમાં બે વર્ષથી કોન્ટ્રાકટ મારફતે નોકરી કરતા ઇલેક્ટ્રિશિયનને કુલપતિ દ્વારા કોઈ પણ વાંક ગુના વિના ફરજ પરથી હાંકી કાઢયા હતા. તેમણે સામુહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. સાત દિવસમાં નિરાકરણ નહિ આવે તો યુનીવર્સીટીના કોઈપણ ખૂણામાં કે કુલપતિની ચેમ્બરમાં કે જાહેરમાંઆત્મવિલોપન કરશે. પોલીસે ઇલેક્ટ્રિશિયન સહીત ૫ ઈસમોની અટકાયત કરી હતી.

દુષ્યંત પટેલને બે દિવસ અગાઉ રાત્રી દરમ્યાન યુનીવર્સીટીમાં ફરવાના કારણે નોકરી માંથી કુલપતિ દ્વારા હાકી કાઢ્યા હતા. પાસના કાર્યકરો દ્વારા શનિવારના રોજ યુનીવર્સીટીના વહીવટી ભવન બહાર ઇલેક્ટ્રિશિયન યુવક સાથે ધરણા કર્યા હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર યુવકો દ્વારા બીએડની પ્રવેશ પ્રક્રિયા મામલે આંદોલન કર્યુ હતું. આ આંદોલનને સાથ આપનાર યુનિવર્સિટીના કર્મીઓને દુર કરવાનો નિર્ણય કુલપતિએ કરતાં યુવકે આત્મવિલોપનની ચીમકી આપી છે.