[:gj]આણંદથી ખેડૂતોની 3 દિવસીય ગાંધીઆશ્રમ સુધીની પદયાત્રા[:]

[:gj]ઓલ ઈન્ડિયા કિસાન સભાના ઘટક ગુજરાત રાજ્ય કિસાન સભા દ્વારા ખેડૂતોને સાથે રાખીને પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાતે કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. મહત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ અનેકવાર તંત્ર પાસે રજૂઆત કરી હતી. અને માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ પદયાત્રા યોજાઈ હતી.
ઘણા વર્ષોથી ગુજરાતના ખેડૂત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એમાંય ગત વર્ષે ઓછા વરસાદને લઈને ખેડૂતોએ ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ ઠેક ઠેકાણે સરકાર અને ઉદ્યોગો, ગૃહો સામે લડી લેવાની તૈયારી દર્શાવી છે.
તો હવે ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ માટે સરકાર સામે આંદોલન છેડ્યું છે. અને પોતાની માંગણીઓ જેવી કે, સંપૂર્ણ દેવામાફી, ટેકાના ભાવોનો ચૂંટણીના વાયદા પ્રમાણે અમલ, પાક વીમાનું ખાનગીકરણ રદ્દ સહિત વીમો મરજિયાત કરવો, કૃષિ આયોગની રચના જેવા અનેક મુદ્દાઓ સાથે ખેડૂત જાગૃતિ પદયાત્રા યોજી હતી.
આણંદના કરમસદમાં સરદાર પટેલના ઘરેથી અખંડ જ્યોતના દર્શન કરી અમદાવાદ ગાંધી આશ્રમ તરફની પદયાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ બેનર સાથે ખેડૂતો જોડાયા હતા. ત્રણ દિવસની આ પદયાત્રામાં તંત્ર સામે પોતાની તમામ માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરી છે. તો આ પદયાત્રાનું અમદાવાદ ગાંધીઆશ્રમ ખાતે સમાપન કરાશે.[:]