[:gj]આત્મ સન્માન શોધતા નિતિન પટેલ પાસે આશાબેન માર્ગદર્શન માંગવા પહોંચ્યા [:]

[:gj]2009માં મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી તેમને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી તેઓ 2012મા ચુંટણી હારી ગયા છતાં 2014મા ફરી ટીકીટ આપી ધારાસભ્ય બનવાનું સન્માન આપનાર કોંગ્રેસમાંથી આશાબેન આનાથી વધારે કયું માન મેળવવા ભાજપ ના આંગણે પહોચ્યા એ સમજાતુ નથી. વળી ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ પાસે આશાબેન માર્ગદર્શન મેળવવા ગયા એ વાત રમુજ પેદા કરે તેવી છે.

માંડવે પહોચીને પોંખાયા વિના પાછા ફરેલા મુખ્યમંત્રી પદના દાવેદાર પાસે સન્માન જાળવવા ની રાવ લઈને પહોચેલા આશાબેન નિતિનભાઈ ના ઘા પર મીઠું ભભરાવવાનો ઇરાદો તો નહી રાખતા હોય ને? મુખ્યમંત્રી પદ વેળા અમિત શાહે નાક કાપી નાખ્યાં છતાં કોઈ ગર્ભિત મજબુરીવશ નિતિનભાઈ વરરાજા મટી રૂપાણી સાહેબ ની જાનમાં જાનૈયા થઈ માંડવે મહાલતા રહ્યાં.
આ ઓછુ હોય તેમ નવી પરણેલી વહુ આવીને ઘરની તિજોરીની ચાવીનો ઝુડો સાસુ પાસેથી પડાવી લે તેમ તિજોરીની ચાવી રૂપાણીએ માલેતુજાર જમાઈ સૌરભ દલાલના હાથમાં પકડાવી દીધી હતી. તે સમયે નિતિનભાઈનું આત્મસન્માન હંગામી ધોરણે બેઠું થયું અને અધકચરો બળવો કર્યો જે સૌ જાણે છે. પરંતુ આ પછી વાઈબ્રન્ટ કે શોપીંગ ફેસ્ટિવલ વખતે રૂપાણી અને મોદીજીએ ગાડીમાં બેસીને જે રીતે નિતિન પટેલને રઝળતા મુક્યા એ દ્રશ્ય આશાબેને જોયું જ હશે.

આ સ્થિતિએ પોતાનું જ સન્માન ખોળતા નિતિન ભાઈ ને રસ્તો ના સુઝતો હોય ત્યાં આશાબેન ને શું રસ્તો સુઝાડશે? જે પોતેજ માર્ગ ભુલ્યા છે એ નિતિનભાઈ પાસે માર્ગદર્શન માંગવુ આંધળા પાસેથી આંખોનું દાન માંગવા જેવું છે. નિતિનભાઈ ખુદ પીડીત છે ત્યારે આશાબેન ની પીડા નો ઈલાજ કેવી રીતે કરશે એ આશાબેન જાણે.

નરેન્દ્ર મોદીને ખીસાકાતરૂ અને અમિતશાહ ને જનરલ ડાયર કહેનાર વરૂણ પટેલ સામે ખોળો પાથરતી ભાજપ ખુદ સ્વમાન ખોઈ બેઠી છે ત્યારે આશાબેન ને ક્યુ માન આપશે તે પ્રશ્ન છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.[:]