[:gj]આયુષ્યમાન કૌભાંડ – 6 વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ ? [:]

[:gj]12 ફેબ્રુઆરી 2019ના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર,  આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે સારવાર, તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.

આયુષ્ટમાન યોજનામાં કૌભાંડો બહાર આવ્યા પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ અપાયા તેની તપાસ કરવામાં આવી છે કે કેમ  ?

ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ  ફેન ક્લબ દ્વારા ૪૪૦૦ જેટલા મા કાર્ડ અપાવ્યા હતા. અગાઉ ફેન ક્લબ દ્વારા ૬૦૦૦ જેટલા મા કાર્ડ તૈયાર કરી ગરીબ ઉપયોગી કામ કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભા વિભાગમાં ૧૦,૪૦૦ જેટલા લાયક પરિવારો માટે મા કાર્ડસ તૈયાર કરી વિતરણ કરાયા હતા.

આયુષમાન ભારત યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦ કરોડ પરિવારોની ૫૦ કરોડ ઉપરાંત જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં ૨.૯૬ લાખ લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર રોગોની સારવાર માટે રાજ્યમાં મા કાર્ડ હેઠળ રૂા. ૧૫૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે.[:]