[:gj]આરોગ્ય માટેના વિવિધ ફાયદાઓ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે.[:]

[:gj]ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક અમદાવાદની બજારમાં મુક્યું હતું. અને હવે સારો પ્રતિસાદ મળતા અમુલ આવતા સપ્તાહે તેને ભારત દેશમાં માં લોન્ચ કરશે. હાલમાં અમુલ કચ્છની સરહદ ડેરી મારફત ઊંટ પાલકો પાસેથી રોજનું અંદાજે 2000 લીટર દૂધ ખરીદ કરે છે કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલે જણાવ્યું હતુકે, ઊંટડીના દુધની સેલ્ફ લાઈફ સામાન્ય પેકિંગમાં 4 દિવસની છે. હવે જયારે આને સમગ્ર દેશમાં પહોચાડવાની તૈયારીઓ ચાલે છે તો તેની સેલ્ફ લાઈફ વધારવા માટે ટેટ્રા પેકમાં વેચાણ કરવામાં આવશે. તેનાથી ઊંટડીનું દુધ 80 દિવસ સુધી વપરાશમાં લઇ શકાશે. કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે. કેમલ મિલ્ક હજારો વર્ષથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં લેવાતુ આવ્યું છે. આરોગ્યના વિવિધ લાભ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે. રાજસ્થાનના બીકાનેરની કંપની આદવિક ફૂડ્સ એન્ડ પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી કેમલ મિલ્કના વેચાણમાં સક્રિય છે. આ કંપનીએ 2017ની શરૂથી રાજસ્થાનના ઊંટ ઉછેરતા ખેડૂતો પાસેથી દૂધ લે છે અને તેના ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ પણ થઈ છે.[:]