[:gj]આશાપુરા પરર્ફોકલે કંપની વિવાદ, કેમિકલ્સથી પાણી અને જમીનની ગુણવત્તામાં ઘટાડો[:]

[:gj]

ભૂજના લેર ગામના ખેડૂતોનો પાક સતત બગડી રહ્યો છે. કારણ કે, અહીંના ખેડૂતોની ચિંતા પાણી નહિ પણ નજીક આવેલ લેર પાસે આશાપુરા પરર્ફોકલે કંપનીના પ્રદૂષણના લીધે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે. તો ખેડૂતો દ્વારા આક્ષેપ એવા પણ કરાયા છે કે, આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ભૂજ તાલુકાના લેર નજીક આશાપુરા પરર્ફોકલે કંપની આવેલી છે. જેના લીધે આજુબાજુના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ કંપનીના પ્રદૂષણના લીધે ખેડૂતોનો પાક નષ્ટ થાય છે. સાથે સાથે વાડીના બોરમાંથી નીકળતાં પાણી ઉપર અસર થઈ રહી છે. અને આ કંપનીના આજુબાજુના વિસ્તારમાં ખેતી લાયક જમીનમાંથી નીકળતું પાણી પણ પીવાલાયક રહ્યું નથી.
જો કે, જમીનની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. જો કેઆ અંગે ભૂજ સ્થિત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે, આ અંગે તપાસ ચાલુ છે અને આ કંપનીને થોડા સમય અગાઉ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ હતી. પણ આ બાબતથી ખેડૂતોમાં રોષ છે. કારણકે છેલ્લા કેટલાક સમયથી કોઈ કાર્યવાહી ન થઈ હોય તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.
આ મુદ્દાથી વાત એ હદે ગઈ છે કે, હવે જો ,આશાપુરા પરર્ફોકલે કંપની દ્વારા પ્રદૂષણને અટકાવવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અહીંના ખેડૂતોને પોતાની માલિકોની જમીન છોડી અને હિજરત કરવાનો વારો આવશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

[:]