[:gj]ઈન્સ્યોરન્સ પોલીસીના નામે 6 હજાર લોકોને ઠગવા માંગતી ટોળકી પકડાઈ[:]

[:gj]અમદાવાદના ત્રણ લોકો પાસેથી લાખો રૂપિયા ટોળકીએ પડાવ્યા 

ઈન્સ્યોરન્સ પોલીસીના નામે લાલચ આપી જુદાજુદા બહાના અને ફી પેટે લાખો રૂપિયા પડાવી લેતી એક ટોળકીમાં સામેલ બે મહિલા સહિત ત્રણ સભ્યોને સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. રેકેટમાં સામેલ સૂત્રધાર અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. ગુજરાતના 1742 લોકો સહિત દેશભરમાં 6170 લોકોને ઠગ ટોળકીએ ફોન કર્યા હોવાનો ડેટા પોલીસને હાથ લાગ્યો છે. આ ઉપરાંત પોલીસે પાંચ મોબાઈલ ફોન, એક કોમ્પ્યુટર, રાઉટર અને ભાગીદારી કરાર કબ્જે કરી આઠ બેંક એકાઉન્ટ શોધી કાઢ્યા છે.

વસ્ત્રાપુરમાં રહેતા 77 વર્ષીય કિરીટ મણીભાઈ પટેલ અને તેમની પત્નીએ લીધેલી એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની પોલીસીનું પેમેન્ટ નહીં ભરવા છતાં બેનિફીટ આપવાની લાલચ આપી તેમના બેંકની ડીટેઈલ્સ ગઠીયાઓએ લઈ લીધી હતી. ત્યારબાદ જુદાજુદા બહાના અને ચાર્જિસ પેટે સાડા ત્રણ મહિનાના ગાળામાં 35.42 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગત 15 જુલાઈના રોજ વધુ 9.05 લાખ રૂપિયા ભરવાનું ગઠીયાએ કહેતા કિરીટભાઈને શંકા ગઈ હતી અને તેમણે સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે પીઆઈ વી.બી.બારડે ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ ખાતે રેડ પાડી બોગસ કોલ સેન્ટરના મેનેજર પરવેશ રોશ (ઉ. 23 રહે. ગૌત્તમબુદ્ધનગર, ઉત્તરપ્રદેશ), કોલર પ્રિયાંશી ભગીરથ (ઉ.19) અને રેનુ રાણસીંગ (ઉ.19 બંને રહે. ગાજીયાબાદ)ને ઝડપી લેવાયા હતા. ટાર્ગેટ પાસે જુદાજુદા ચાર્જીસ પેટે રૂપિયા પડાવતા સુશીલ અને અરવિંદને વોન્ટેડ દર્શાવી તપાસ શરૂ કરી છે.[:]