[:gj]એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત[:]

[:gj]જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

રતિભાઈ ગીત પૂરું કરે તે પહેલાં જ ઢળી પડતાં ગીતથી પ્રભાવિત થયેલા દર્શકોમાં ખળભળાટ મચી ગયો હતો. રતિભાઈ ઢળી પડતાં તાત્કાલિક 108ની ટીમને બોલાવાઈ હતી, જેમાં તેમને હોસ્પિટલ ખસેડતાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક ઘટનાથી રતિભાઈ પરમારના પરિવારમાં શોકનો માહોલ છે.[:]