[:gj]એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન [:]

[:gj]ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે.

આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં ગંભીર ગણાતા હાર્ટના 14 બાળદર્દી અને ડાયાલિસિસના 18 દર્દીને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત 450 લોકોને કોઈપણ ચાર્જના ચાર્જ લીધા વિના ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મેડિકલ કેમ્પ માટે 22 હજાર લોકોએ અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું.

રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના દર્દીઓ માટે વિશેષ સેવાના ભાગરૂપે 17 કરોડનાં મેડિકલ ઈક્વિપમેન્ટ ભેટ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ આ ઈક્વિપમેન્ટ આવી જવાથી દર્દીઓને હવે અમદાવાદ કે રાજકોટ સુધી સારવાર માટે લાંબું નહીં થવું પડે, સ્થાનિક કક્ષાએથી જ તેમની સારવાર શક્ય બની જશે. આગામી 2 વર્ષમાં આ તમામ સુવિધા ભાવનગર જિલ્લાને આપી દેવામાં આવશે.[:]