[:gj]એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ગુમાવ્યો!![:]

[:gj]અમદાવાદ, તા.02

એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નીપજ્યું હતું. જેથી એસવીપી હોસ્પિટલમાં દર્દીના સગાસંબંધીઓ અને ડોકટરો તેમજ સિક્યુરિટી સ્ટાફ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. છેવટે આ અંગે પોલીસ ને જાણ કરાતાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વીડિયો પણ વાયરલ થતાં હોબાળો મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા નટવરભાઈ વાઘેલા નામના દર્દીને તેમના સગાસંબંધીઓ ખૂબ ગંભીર હાલતમાં લાવ્યા હતા.

નટવરભાઈ વાઘેલાની દીકરી અને દીકરા સહિત અન્ય પાડોશી પણ હોસ્પિટલ આવ્યા હતા.  આ વખતે નટવરભાઈ ની હાલત એટલી ખરાબ હતી કે તેમને તાત્કાલિક સારવાર મળે એ ખૂબ જ જરૂરી હતું. જેથી તેમના સગાસંબંધીઓએ ઇમરજન્સી વોર્ડમાં હાજર ડોકટરો અને નર્સિંગ સ્ટાફને નટવરભાઈ ની સારવાર શરૂ કરવા વિનંતી કરી હતી પરંતુ હાજર ડોકટરો એ નટવરભાઈની સારવાર શરૂ કરવાને બદલે પહેલા ફોર્મ ભરી ડિપોઝીટ નાં  રૂપિયા જમાં કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. દરમિયાન હોસ્પિટલમાં કામ કરતી સલામતી સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી ગાર્ડે દર્દીના સંબંધીઓને ધક્કો મારતા મામલો બીચકયો હતો. જેથી ઈમરજન્સી વોર્ડમાં હાજર અન્ય દર્દીનાં સગાસંબંધીઓ એ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવા ની કોશિશ કરી હતી. જેથી હોસ્પિટલ સ્ટાફે નટવરભાઈને બેડ ઉપર લઈ સારવાર શરૂ કરી હતી. પરંતુ આ દરમિયાન તાત્કાલિક સારવાર ન મળતાં નટવરભાઈનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતી. જેથી મૃતક ના સગાસંબંધીઓ ખૂબ રોષે ભરાયા હતાં. ઉલ્લેખનીય છે કે આ સમયે ઇમરજન્સી વોર્ડ મા માત્ર રેસિડેન્ટ ડોકટરો જ હાજર હતા. પોતાના સ્વજનને ગુમાવતાં નટવરભાઈ ના પરિવારજનોએ  હોસ્પિટલ સ્ટાફનાં વર્તન અને બોલાચાલીનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. તેંમને સિક્યુરિટી ગાર્ડ  વીડિયો રેકોર્ડિંગ પણ કરવા દેતા ન હતા. જોકે આ વીડિયો સોશીયલ મીડિયા માં વાયરલ થતા હોબાળો મચી જવા પામ્યો છે.

અમારા તમામ આઇસીયું વોર્ડ ભરેલા હોય છે છતાં અમે સારવાર આપી હતી

આ અંગે એસવીપી હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડો એસ ટી મલ્હાન કહે છે કે, દર્દી વી એસ હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમની તબિયત બગડતાં તેમના સગાસંબંધીઓ તેમને એસવીપી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. દર્દીની હાલત ગંભીર હતી. પરંતુ અમારે ત્યાં તમામ આઇસીયુ ભરેલા હતાં. જેથી દાખલ કરવામાં થોડો સમય ગયો હતો. જોકે અમે પછી સારવાર શરૂ કરી દીધી હતી. પછી સ્ટાફે દર્દીના સગાને ડિપોઝીટ ભરવા કહ્યું હતુ. જે દરમિયાન દર્દીનું મોત થતા મૃતકના સગા એ ઝગડો કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ પણ બોલાવી હતી. અને પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે.

 [:]