[:gj]એસીબીએ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાની મિલકતોની તપાસ આરંભી [:]

[:gj]અમદાવાદ, તા.30

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ તેની કથિત પત્નીને સવા બે કરોડનો ફલેટ અપાવ્યો હોવાની હકિકત સામે આવતા તેનીએસીબીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે. ચારિત્ર્યહીન ગૌરવ દહીયાએ ડિસેમ્બર-2018માં ચાર સ્થાવર મિલકત જાહેર કરીછે. જેમાં શેલા-બોપલ રોડ પર આવેલી મિલકતની રકમનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે હરિયાણામાં આવેલી ત્રણ મિલકતની કિંમત 3.84 કરોડ દર્શાવી છે.

રુપિયા પડાવવાની અરજીમાં દહીયા ખુદ ફસાયો

દિલ્હી ખાતે રહેતી યુવતિ લીનુસિંઘે ગત મહિને દિલ્હી પોલીસને આપેલી અરજી ગાંધીનગર પોલીસ પાસે તપાસ અર્થે આવતા ગૌરવદહીયાએ તેના બચાવમાં પણ એક અરજી આપી હતી. જેમાં ગૌરવ દહીયાએ લીનુસિંઘ પર રૂપિયા પડાવવાનો તેમજ તેને સમાધાનપેટે મકાન અપાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગૌરવ દહીયાએ પોતે જ અરજીમાં સમગ્ર કબૂલાત કરી હોવાથી દહીયા ખુદ ફસાઈ ગયો છે. લીનુસિંઘને આપેલી રોકડ તેમજ સવા બે કરોડના ફલેટ માટે રૂપિયા ક્યાંથી લાવ્યો તેનો યોગ્ય ખુલાસો ગૌરવ દહીયા નહીં કરી શકે તો તેની સામે એન્ટી કરપ્શન બ્યુરો કાર્યવાહી કરી શકે છે.

ઘુમામાં આવેલા બંગલોની કિંમત છુપાવી

સરકારને દર વર્ષે પોતાની તેમજ પરિવારની સ્થાવર મિલકતની જાણ કરવી ફરજિયાત હોવાથી 2010ની બેચના આઈએએસ ગૌરવરામપાલ દહીયાએ તમામ મિલકતોની જાણકારી આપી હતી. ડિસેમ્બર-2018ના ઈમુવેબલ પ્રોપર્ટી રિર્ટન મુજબ ગૌરવ દહીયાએપિતા, માતા, પત્ની અને પોતાની એમ કુલ ચાર મિલકતનો ઉલ્લેખ કર્યો છે. હરિયાણા ગુરગાંવમાં પિતાના નામે વર્ષ 1986માં 30 લાખમાં ખરીદેલા રહેણાંક મકાનની હાલ બે કરોડ કિંમત છે. ગુરગાંવમાં માતાના નામે વર્ષ 2003માં 30 લાખમાં ખરીદેલા રહેણાંકમકાનની હાલ એક કરોડ કિંમત છે અને આ મકાન વાર્ષિક 8 લાખ રૂપિયાના ભાડે આપેલું છે. શેલા-ઘુમા રોડ પર આવેલા સેરેનદીપ બંગલોમાં વર્ષ 2013માં ગૌરવ દહીયાએ એક મકાન ખરીદ્યું છે. આ મકાન ખરીદવા તેમણે બેંક લોન અને માતા-પિતાના પેન્શનફંડનો ઉપયોગ કર્યો છે. જો કે, આ મિલકતની કિંમત ગૌરવ દહીયાએ સરકારને દર્શાવી નથી.

પૂર્વ પત્નીના નામે ફરીદાબાદમાં પ્લોટ

હરિયાણા સરકારે ફરીદાબાદમાં 84.46 લાખની કિમંતનો 324 મીટરનો પ્લોટ ફાળવતા તે પત્ની (પૂર્વ પત્ની-છૂટાછેડા આપ્યા)ના નામે ખરીદ્યો છે. જેની 15 ટકા રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે બાકીની રકમ પત્ની તેની બચત અને બેંક લોન થકી ચૂકવી રહી છે.[:]