[:gj]એસટી નિગમની વોલ્વો બસનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો ?[:]

[:gj]ગુજરાત એસ. ટી. નીગમની વોલ્વો બસોને ચલાવવાનો ઠેકો ખતરનાક ડ્રગ્સ વેચતા આરોપીના પરિવારે લઈ લીધો હોવાનો ધડાકો થયો છે. તેનો સીધો મતલબ કે ગુજરાત સરકારની બસોમાં જ ખતરનાર ડ્રગ્સની હેરાફેરીની શક્યતા અધિકારીઓ નકારી રહ્યાં નથી. આ શક્યતાને જોઈને ફરીથી ઠેકો આપવામાં આવ્યો ત્યારે તેમાં એક કલમ ઉમેરવામાં આવી હતી કે જે પરિવાર ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોય તેમને વોલ્વો બસ આપી શકાશે નહીં. ગુજરાત સરકારે નવા ટેન્ડરમાં કોઇ૫ણ આરોપી દાખલ ના થઇ શકે તેવી જોગવાઇ કરી હતી.

એસ.ટી.નીગમની વોલ્વો બસોનો કોન્ટ્રાકટ કોન્ડુસ્કર ટ્રાવેલ્સ કં૫નીના ૫રીવારને 3 વર્ષ સુધી આપવામાં આવ્યો હતો. તે પરિવારનો સભ્ય અભીજીત પ્રભાકર નશાકારક ડ્રગ્સ વેચતો હોવાનું બહાર આવ્યું હતું. અભીજીતના ૫રીવાર દવારા ગુજરાત સરકારના એસ.ટી.નીગમમાં ર૯ વોલ્વો બસો ભાડેથી ચલાવવાનો કરાર કરવામાં આવેલો હતો. જેની GJ 1 DV, GJ 1 D Z, GJ 1 ET સીરીઝની 29 બસ ચાલતી રહી હતી.

આ બાબત ગૃહ વિભાગ દ્વારા ધ્યાનમાં આવતાં સરકાર ચોંકી ઊઠી હતી. તેની વધું તપાસ તો ન થઈ પણ વર્ષ ર૦૧૦, ર૦૧૪ અને ર૦૧૬માં આ આરોપી અભીજીતનો ૫રીવાર ગુજરાત એસ.ટી.નીગમમાં જ વોલ્વો બસો ભાડેથી મૂકવા માટે સફળ થયેલ હોવાની જાણ થતા ગુજરાત સરકારના એસ.ટી.નીગમ દવારા ર૦૧૮ના ટેન્ડરમાં આવા આરોપીના ૫રીવારને સરકારી ટેન્ડરમાં ભાગ લેતા રોકવામાં આવે તેવી કડક જોગવાઇ કરવામાં આવી હતી.

આવી જોગવાઈના કારણે અભીજીતનો ૫રીવાર સતત 3 વખતથી વોલ્વો બસોનુ ટેન્ડર મેળવવામાં સફળ થતા હતા તે કોન્ડુસ્કર ટ્રાવેલ્સ ર૦૧૮ના ટેન્ડરમાંથી બહાર નિકળી ગયો હતો. તેને ટેન્ડર આપવો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો.

અત્યારે પણ કોન્ડુસ્કર ટ્રાવેલ્સ ૫રીવારની નીચે મુજબની બસો ગુજરાત એસ.ટી.નીગમના સંચાલનમાં છે. ગુજરાતમાં નશાકારક ડ્રગ્સનો સૌથી મોટો બનાવ ડાયરેકટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ દવારા ર૦૧૧માં પકડાયો હતો. જેને બીજા આરોપીઓ સાથે ૧૭-૧ર-૧૧ થી તા. ર૭-૦૪-૧૬ સુઘી જયુડીશીયલ કસટડીમાં અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવેલો.

શું છે ગુનો? 

ડીઆરઆઇએ એરપોર્ટ પર દરોડા પાડી કરોડો રૂપિયાની કિંમતનું ડેટામાઇન અને મેથાફિટામાઇન નામની પાર્ટી ડગ્સ ઝડપી પાડ્યું હતું. આ મામલે ડીઆરઆઇએ મુખ્ય આરોપી ગણાતા અને ડીલર સુજલ પટેલની ધરપકડ કરી હતી. આ મામલે ડીઆરઆઇએ સાંગલીની કુમુદ ડ્રગ્સના માલિક અભિજિત કોન્ડુસ્કરની ધરપકડ કરી હતી. અભિજિતનો પરિવાર મહારાષ્ટ્રમાં રાજકીય વગ ધરાવે છે. માલ અમદાવાદથી પકડાયો હતો. આ ડ્રગ્સ ઘઉંનો લોટ, મેગી, સોજી સહિતની બ્રાન્ડેડ વસ્તુમાં મૂકીને વિદેશ એકસપોર્ટ કરવામાં આવતી હતી. કુમુદ ડ્રગ્સ નામની કંપનીમાંથી ૪૦૧ કિલો વ્હાઇટ પાઉડર પાર્ટી ડ્રગ્સ હતું અને જેમાં અભિજિત કોન્ડુસ્કરની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, જુલાઈ ૨૦૧૧માં સાંગલીના કુમુદ ડ્રગ્સ નામની કંપનીના માલિક અભિજિત કોન્ડુસ્કરની કુમુદ ડ્રગ્સ ખાતે રેડ પડી હતી તે સમયે ૧૦૦૦ કિલો કેટામાઇન મળી આવ્યું હતું, જેમાં કંપનીના એમ.ડી. અભિજિતને થોડા સમય પહેલાં જ જામીન મળ્યા હતા.

એસટી નિગમની વોલ્વો બસના કોન્ટ્રાક્ટરનો ઉપયોગ ખથરનાર નશીલા ડ્રગ્સમાં ઉપયોગ થતો હતો ? 3 વર્ષ સુધી ઠેકેદાર રહ્યો, સરકારના ધ્યાનમાં આવતાં શરતો બદલીને ઠેકો આપવા ન દીધો.[:]