[:gj]ઐશ્વર્યા અને કિંજલ દવે બાદ આશારામને ભાજપના સભ્ય બતાવતાં ધરપકડ [:]

[:gj]ભાજપમાં સભ્ય નોંધણી ઝૂંબેશ ચાલે છે જેમાં કિંજલ દવે, ઐશ્વર્યારાય જેવા ગાયક લોકો જોડાતાં કોઈકે બળાત્કારી અને હત્યારા આશારામ અને પાકિસ્તાનના વડાપ્રધાનને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાના કાર્ડ શોસિયલ મિડિયામાં વાયરલ થયા હતા. શાહપુર શાંતિ સમિતિ અને એકતા સમિતિના વોટસએપ ગ્રુપમાં ભાજપના સભ્ય બનેલા બળાત્કારી આસારામ, ગુરમીત રામ રહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના કાર્ડ વાઈરલ થતા મામલો ભાજપ પ્રદેશ કાર્યલાય સુધી પહોંચ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે બિઝનેસ, સાહિત્ય, સંગીત, બોલિવુડ તેમજ અન્ય અનેક ક્ષેત્રોની મોટી મોટી હસ્તીઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

ત્રણ લોકોના ભાજપમાં જોડાવાથી તહેલકો મચ્યો છે. ગુરમીત રામરહીમ સિંહ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આશારામના બીજેપી સદસ્યતાવાળા કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જે અંગે અમદાવાદ બીજેપી શહેર મહામંત્રીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

જુદાજુદા મોબાઈલ ફોન નંબર ઉપરથી ઈ-કાર્ડ બનાવનારા શખ્સોને ઝડપી લેવા માટે સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. જ્યારે ઈ-કાર્ડ વાઈરલ કરનાર શાહપુરના ગુલામ ફરીદ શેખની પોલીસે ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન તપાસ માટે કબ્જે લીધો છે.

ભાજપના સભ્ય બનવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. સભ્ય બનવા માટે ચોક્કસ નંબર ઉપર પોતાના મોબાઈલ ફોનથી કોલ કરવાનો અને જે મેસેજ લીંક આવે તેમાં જણાવેલી માહિતી ભરી પોતાનો ફોટો અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ ઓટીપી આવે અને તેને સબમીટ કરતા બીજેપીની પ્રાથમિક સદસ્યતાનું ઈ-કાર્ડ જનરેટ થઈ જાય છે.

શહેર ભાજપના મહામંત્રી કમલીશ મહેશચંદ્ર પટેલએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ગુલામ ફરીદ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત 24 જુલાઈના રોજ ભદ્ર વસંત ચોક ખાતે મીટીંગમાં જાણકારી મળી હતી કે, શાહપુર શાંતિ સમિતિ અને શાહપુર એકતા શાંતિ સમિતિના ગ્રુપમાં આસારામ, રામરહીમ અને ઈમરાનખાનના ફોટા અને નામવાળા ભાજપ સભ્યના ઈ-કાર્ડ વાઈરલ થયા છે. જેથી પાર્ટીના સિનિયર નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. ગુલામ શેખ નામના શખ્સે વાઈરલ કરેલા ઈ-કાર્ડ કોના કોના મોબાઈલ ફોન નંબર ઉપરથી બનાવવામાં આવ્યા છે તેમજ આવી રીતે અન્ય કેટલા લોકોના બોગસ કાર્ડ ટોળકીએ બનાવ્યા છે તેની તપાસ સાયબર ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. ફરિયાદમાં લખાવ્યું કે, વાઈરલ થયેલા આ ઈ-કાર્ડથી બીજેપી સદસ્યતા અભિયાનને નુકશાન પહોંચ્યુ છે.

ગંભીર બાબત તો એ છે કે, સામાન્ય લોકોની આવી બાબતો જ્યારે શોસિયલ મિડિયામાં વાયરલ થાય છે ત્યારે પોલીસ ગુનો નોંધવાનો ઈન્કાર કરી દે છે. [:]