[:gj]કચ્છના માંડવીમાં રૂ.1 કરોડનું બ્રાઉન સુગર ઝડપાયું [:]

[:gj]

જયેશ શાહ
ભુજ : ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)ની ટીમ દ્રારા રવિવારે કચ્છનાં માંડવી ખાતેથી બે સખ્સને એક કરોડના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. માદક પદાર્થનાં આ જથ્થાને વેચવાની ફિરાકમાં હોવાની બાતમી એટીએસનાં ડિઆઇજી અને દ્વારકાનાં ડીવાયએસપીને મળતાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
થોડા સમય પહેલા જ કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું કન્સાઈનમેન્ટ કોસ્ટગાર્ડ તેમજ ગુજરાત એટીએસ દ્રારા પકડાયા બાદ કચ્છનાં કોસ્ટલ એરિયામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન દેવભૂમિ દ્વારકાનાં ડેપ્યુટી એસપી મિલાપ પટેલને બાતમી મળી કે કચ્છનાં માંડવીના બે વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની કિંમતનો બ્રાઉન સુગરનો જથ્થો છે. અને તેઓ આ જથ્થાને વેચવાની ફિરાકમાં છે. આથી તેમણે તરત જ ગુજરાત એટીએસનાં ડેપ્યુટી આઇજીનું ધ્યાન દોર્યું હતુ. કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા ગુજરાત એટીએસનાં ઇન્સપેક્ટર વી.આર.મલ્હોત્રા તથા પીઆઇ દેસાઈની એક ટીમ બનાવીને કચ્છમાં મોકલવામાં આવી હતી. બે દિવસથી કચ્છમાં ધામા નાખેલી ટીમે બ્રાઉન સુગર વેચવા આવનારા વ્યક્તિઓને ઝડપી લેવા માટે રવિવારે એક ઓપરેશન હાથ ધર્યું હતુ.
પ્લાનિંગ પ્રમાણે માંડવી તરફ જતા કોડાય ચાર રસ્તા પાસે માંડવીમાં રહેતો શખ્સ નાદિર હુસેન સમેજા ઉર્ફે રાજા અબ્દુલ સત્તાર તેના બાઈક ઉપર આવ્યો ત્યારે તેને ઝડપી લેવામાં આવયો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ જથ્થો માંડવી તાલુકાના કાઠડા ગામનાં ઉમર હુસેન વાઘેર નામના શખ્સ પાસે માલ હોવાનુ જણાવતા એટીએસ દ્રારા તેને પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો.
એટીએસ દ્રારા બન્ને શખ્સની ધરપકડ કરવામા આવી હતી. તથા બ્રાઉન સુગરનો આ જથ્થો તેમની પાસે કેવી રીતે આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
One million rupees brown sugar spilled in Mandvi in Kutch

[:]