[:gj]કચ્છના રણમાં પાકિસ્તાન નજીક જમીનમાં 200 મીટર નીચે નદી મળી આવી[:]

[:gj]કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં 30 વર્ષથી ખારુ પાણી પી રહેલાં લોકોને એકાએ જમીની અંદર 500 ફૂટ નીચે ફેબ્રુઆરી 2018થી મીઠા પાણીની નદી મળી આવી છે. તેના ભંડાર હવે ઓછા થવા લાગ્યા છે. કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ગેંડા પોસ્ટ નજીક જમીનથી પાણી મળી આવ્યું હતું. નીચે સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે. ઉપર  આ સરવાણી એક મોટી વહેતી નદી સમાન છે. ઉપર 40 હજાર પીપીએમ ખારું પાણી છે અને નીચે 2000 પીપીએમ પાણી છે. પીવાનું પાણી 700 ટીડીએસ હોવું જોઈએ.

ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા રિમોટ સેન્સીંગ ડેટા સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કર્યા બાદ સાઈટ નક્કી કરીને સરકારમાંથી મંજૂરી મેળવીને બોર કરાવવામાં આવ્યો હતો. જેમાં 152 મીટર ઉંડાઈએ બોરમાંથી દબાણથી આપમેળે મીઠુ પાણી બહાર નિકળતું હતું. જે સિંધુ કે સરસ્વતી કે બીજું કોઈ કારણ હોઈ શકે છે.

રેતીનો 25થી 40 મીટરની જાડાઈનો મોટો થર મળ્યો હતો. જે કોઈ મોટી નદીનું વહેણ હોય એવું માનવામાં આવતું હતું. બીજી સાઈટ નક્કી કરીને પેટાળમાં વહેતી આ નદી અંગે આગળનું સંશોધન કરવામાં આવશે. સરહદે ફરજ બજાવતા સૈનિકો તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

હાઈડ્રોલોજીસ્ટ નરેશ ગોરે રાજસ્થાન અને હરિયાણા સુધીના વિસ્તારને ટ્રેસ કર્યા બાદ બોરની જગ્યા નિયત કરવામાં આવી હતી. કચ્છના ભૂસ્તરના અભ્યાસ સાથે લાંબા સમયથી જોડાયેલા ભૂસ્તરશાસ્ત્રી ડો.મહેશ ઠક્કરે તે સમયે ગુજરાત સરકાર સમક્ષ જાહેર કર્યું હતું કે, સામાન્ય રીતે પર્વતીય વિસ્તારમાં આવું જોવા મળે છે. રણમાં આવું થાય તે અભ્યાસ માંગે છે. જમીન નીચે રેતીનો આવડો મોટો થર અહી નદી વહેતી હોવાની સાબિતિ છે.[:]