[:gj]કચ્છમાં ધારણા પ્રમાણે 41ની દાવેદારી ફગાવી ચાવડાને પુનઃ ટિકિટ [:]

[:gj]કચ્છ લોકસભા બેઠક પર આખરે ધારણા મુજબ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને બીજી ટર્મ માટે રીપીટ કરાયાં છે. તાજેતરમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયો ત્યારે ચાવડાને જ રીપીટ કરાય તેવી શક્યતા વર્તાતી હતી. જો કે, તેમ છતાં પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને પૂર્વ સાંસદ પૂનમ જાટ સહિતના કુલ 41 જણાએ દાવેદારી કરી હતી. સાંસદ તરીકે મોટાભાગે નિર્વિવાદ રહેનારાં ચાવડાને વિવિધ પરિમાણોના આધારે રીપીટ કરાશે તેવી દ્રઢ અટકળો હતો. જે આજે સાચી ઠરી છે.
ભાજપે આજે જાહેર કરેલી 46 સીટના ઉમેદવારોની યાદી પૈકી ગુજરાતમાં મોટાભાગના સાંસદ રીપીટ કરાયાં છે. જેમને ટિકિટ મળી છે તે ઉમેદવારોમાં સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ, અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકી, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપરા (નવો ચહેરો), રાજકોટમાં મોહન કુંડારીયા, જામનગરમાં પૂનમબેમ માડમ, અમરેલીમાં નારણ કાછડિયા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, વડોદરામાં રંજનબેન ભટ્ટ, ભરૂચમાં મનસુખ વસાવા, બારડોલીમાં પ્રભુભાઈ વસાવા, નવસારીમાં સી.આર.પાટીલ અને વલસાડમાં કે.સી.પટેલનો સમાવેશ થાય છે.[:]