[:gj]કચ્છમાં પાકિસ્તાનના શખ્સની પૂછપરછ દરમિયાન મોત, થોડા દિવસમાં બીજી ઘટના [:]

[:gj]ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (જેઆઈસી)માં અટકાયતી તરીકે રખાયેલાં 38 વર્ષના પાકિસ્તાની યુવકનું લિવરની બીમારીથી મોત થયું છે. મરનાર મામદ સોહિલ અબ્દુલ રશીદ સૈયદ કરાચીમાં હાઉસ નંબર-202, પાક મુસ્લિમ મહમદી કોલોની, મયૂરપુરી રોડ ખાતે રહેતો હતો. લિવરની બીમારીના કારણે ગત 14 માર્ચે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 8 માર્ચ 2019માં પણ પાકિસ્તાનના એક કેદીનું આ રીતે મોત થયું ત્યાર બાદ આ બીજી ઘટના બહાર આવી છે.
ગઈકાલે રાત્રે 8.21 કલાકે આઈસીયુ સર્જિકલ વૉર્ડમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે તપાસ કરનારાં ભુજના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે જણાવ્યું કે, મહમદ સોહિલ લાંબા સમયથી લિવરની બીમારીથી પીડાતો હતો અને અગાઉ પણ તેને અવારનવાર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાતો હતો. મૃતકની લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કૉલેજ ખાતે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન મહિને આ બીજા પાકિસ્તાની નાગરિકનું મોત નીપજ્યું છે. અગાઉ સાતમી માર્ચે પાલારા જેલમાં કેદ પાકિસ્તાનના કરાચીના 78 વર્ષિય માછીમાર મોહમ્મદ અનીન ચૌધરીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શારીરિક બીમારીના કારણે નિધન થયું હતું. ક્રીક વિસ્તારમાં ગેરકાયદે ઘુસીને માછીમારી કરતાં ઝડપાયેલાં મોહમ્મદને ગત માર્ચ માસમાં સ્થાનિક કૉર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી હતી.

બીજી આવી જ ઘટના

2017માં કચ્છના જખૌના દરિયામાંથી ઝડપાયેલા પાકિસ્તાની કેદીનું સારવાર દરમ્યાન 8 માર્ચ 2019માં મોત નીપજયું હતું. 66 વર્ષીય પાકિસ્તાની નાગરિક મોહમદ અમીન અફઝલ અહેમદ ચૌધરી કાચા કામના કેદી તરીકે ભુજની પાલારા જેલમાં ત્રણ વર્ષની સજા કાપી રહ્યો હતો. તે દરમ્યાન બિમાર થતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

ઘુસણખોરી કારણ

કચ્છની ક્રિક દલદલયુક્ત આ સરહદી વિસ્તારમાં બી.એસ.એફ. વારંવાર પાકિસ્તાનીઓને ઘુસણખોરી કરતાં પકડતા રહે છે. થોડા દિવસો પહેલાં 5 પાકિસ્તાની ઘુસણખોર પકડી પાડયા હતા. કોટેશ્વરથી 40 કિ.મી. અંદર આવેલા પીલર નં.31 થી 33 વચ્ચેના વિસ્તારને ફેંદી નખાયો હતો. સોમવારે મોડી રાતથી ચાલતા આ સર્ચ ઓપરેશન દરમિયાન સવારે 5 શખ્સો જવાનોને હાથ લાગ્યા હતા. આ શખ્સો ભારતીય સરહદમાં કઈ રીતે ઘુસ્યા તે સવાલ હતો. પાંચ પાકિસ્તાનીઓને પ્રાથમિક પુછપરછ બાદ વધુ તપાસ અર્થે સ્થાનિક પોલીસને હવાલે કર્યા બાદ જે.આઈ.સી.માં મુકાય છે. આ રીતે અહીં ઈન્ટ્રોગેશન થાય છે.[:]