[:gj]કલોલમાં પક્ષાંતર કરનાર ભાજપના 4 સભ્યો ગેરલાયક, કાયદો પણ પક્ષપાતી બની ગયો [:]

[:gj]રાજ્યના પાટનગર ગાંધીનગરના જિલ્લાની કલોલ નગરપાલિકાના BJPના 4 કાઉન્સિલરોએ પક્ષ સામે બળવો કરી પક્ષાંતર કરીને  કોંગ્રેસમાં ભળી ગયા હતા. રાજ્યના નાણાં પ્રધાન નિતિન પટેલના શહેર કલોલમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો. કલોલ તાલુકા પંચાયત ભાજપે ગુમાવ્યા બાદ શહેર પણ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે પક્ષાંતર કરનારા 4 સભ્યો સામે અત્યંત ઝડપે સભ્યપદેથી બરતરફ કરી દીધા છે. તેની સામે ગાંધીનગર શહેરના ભાજપના મેયર પ્રવિણ પટેલ કોંગ્રેસથી ભાજપમાં આવ્યા તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કોઈ જ પગલાં લેવાયા ન હતા. તે અગાઉના મેયરનું પણ એવું જ થયું હતું. આમ પક્ષાંતરના કાયદાનો ગેરઉપયોગ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર કરી રહ્યું હોવાનું હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે.

કાલોલ ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કાલોલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ આનંદીબેન પટેલની કામગીરીથી નારાજ ચાલતા કાઉન્સિલરોએ પ્રમુખ બદલવાની માંગ કરી હતી. પણ પક્ષે તેમને ન બદલીને હુકમ શાહી ચલાવી હતી.

ભાજપનું સ્થાનિક સંગઠન પ્રદેશ નેતાગારીથી નારાજ હોવાથી નિષ્ક્રીય હોવાની ફરિયાદ થઈ હતી. આમ છતાં પક્ષના મોવડીઓએ કાર્યકરોની વાત કાને ધરી ન હતી. પક્ષ ધ્વારા જે કાઉન્સિરને પ્રમુખ માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો. તેના પ્રત્યે પણ મોટાભાગના કાઉન્સિલરોનો અણગમો હતો. ભાજપાના કાઉન્સિલર તિમિર જયસ્વાલ પાસે કાઉન્સિલરોની બહુમતી હતી. જયસ્વાલની ભાજપ ધ્વારા અવગણના કરવામાં આવી હતી. તેથી ભાજપમાં રહેલ આંતરિક વિવાદ બહાર આવ્યો અને છેલ્લીકક્ષા પહોંચ્યો હતો. તેથી 28 જુન 2018માં તેઓ બળવો કરીને પ્રમુખ બની ગયા હતા. તેમની સાથે ભાજપના સભ્યો જશોદા યોગી, રમિલા પરમાર, મંજુલા રાઠોડે પક્ષ છોડીને બળવો કર્યો હતો. ભાજપે પ્રમુખ તરીકે લવકુમાર બારોટને મેન્ડેટ આપ્યો હતો. તે બહુમત સભ્યોને માન્ય ન હતો.

ચાર કાઉન્સિલરોએ બળવો કરતાં કલોલ નગરપાલિકાની સત્તા ગુમાવવી પડી. વધુ બે BJP કાઉન્સિલર સ્વેચ્છાએ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં સ્ટેન્ડીંગ કમિટી માજી અધ્યક્ષ સુનિલ મેસરીયા તથા કાઉન્સિલર ધાત્રીબેનનો સમાવેશ થતો હતો. કોંગ્રેસ પાસે 26 સભ્યો થઈ ગયા હતા. ભાજપે આ ચારેય સભ્યોને પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. પક્ષાંતર વિરૃદ્ધ પગલાં ભરવા માટે ભાજપે રજૂઆત કરી હતી. 2015ની ચૂંટણીમાં 44 બેઠકો પર ચૂંટણી થઈ હતી. ભાજપના 24 સભ્યો ચૂંટાયા હતા. છ સભ્યો જતાં રહેતાં હવે 18 સભ્યો રહ્યા છે. કોંગ્રેસના 20 સભ્યો ચૂંટાયા હતા. ભાજપના કૂલ 6 સભ્યો પક્ષાંતર કરી ગયા હતા. પણ 4 સામે સરકારે પગલાં લીધા છે અને 2 સામે કોઈ પગલાં લીધા નથી.

બરતરફ કરાયા પછી પણ ભાજપ અને કોંગ્રેસના સમાન સભ્યો થયા છે. પેટા ચૂંટણી થાય ત્યારે બહુમતી નક્કી થશે.

રાજ્યના પાટનગર ગાંધીનગર જીલ્લામાં કલોલ નગરપાલિકા કોંગ્રેસે 18 વર્ષ પછી કબજે કરીને સત્તાધારી ભાજપને જોરદાર ઝટકો આપ્યો હતો. ભાજપને તેની જ ભાષામાં આજે મળેલા જવાબમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસમાં જોડાઈ જતા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.

ગાંધીનગર જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ ગાંધીનગર મહાનગર પાલિકામાં બે-બે વખત કોંગ્રેસમાં બળવો કરાવી સત્તા હાંસલ કરનાર ભાજપને કલોલમાં બળવો થયો હતો. કલોલ નગરપાલિકામાં 18 વર્ષ પછી ભાજપે સત્તા ગુમાવી હતી અને 18 વર્ષ પછી કોંગ્રેસે સત્તા મેળવી હતી. પ્રથમ ટર્મમાં પ્રમુખપદ મહિલા માટે અનામત હતું જેમાં આનંદિબેન પટેલ પ્રમુખ પદે હતા અને તેમનાથી સભ્યો અને કાર્યકરો નારાજ હતા. તેથી બીજી ટર્મમાં પ્રમુખ માટે બળવો થયો હતો.

અગાઉની ચૂંટણીમાં ભાજપ 24 બેઠક મેળવી સત્તામાં આવ્યો હતો. જયારે આ વખતે માંડ 20 બેઠકો મળી હતી. બીજી ટર્મ માટે યોજયેલી ચૂટણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના તિમિર જયસ્વાલ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રકાશ તરવડે વિજયી થયા હતા. ભાજપ સરકારે ઘર આંગણે તેમજ ગાંધીનગર જીલ્લા ભાજપના પ્રમુખ નૈલેશ શાહના વતનમાં નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો હતો.

કરોડોની હેરાફેરી

કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ હોવાના આક્ષેપો ભાજપે હાર બાદ કર્યા હતા. ક્લોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરે કરોડોની લેવડદેવડ થઇ હોવાના આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જાહેર કર્યું હતું કે કરોડો રૂપિયામાં સભ્યો અને ધારાસભ્યોની ખરીદી ભાજપ કરે છે તે સૌ કોઈ જાણે છે. મને પણ રૂપિયા રૂ.25  કરોડની ઓફર થઇ હતી. ભાજપના સભ્યો તેમના પક્ષના ભ્રષ્ટાચારથી ત્રાસી ગયા છે. જેમાં થોડા દિવસ પહેલા જ કલોલમાં હોલના કરાયેલા ઉદઘાટનમાં રૂ.40 લાખનો ભ્રષ્ટાચાર થયો હતો. સમગ્ર કલોલની પ્રજા અહીના વહીવટથી કંટાળી ગઈ હતી.

કલોલ શહેર 17.24 ચોરસ કિ.મી.નું છે. તેની રાજકીય ઘટનાઓ ગાંધીનગરના સચિવાલયમાં અસર કરતી આવી છે. 1961માં ૩ ચોરસ માઈલનું શહેર હતું તે સતત મોટું થતું ગયું તેમ રાજકીય મહત્વ વધતું ગયું છે. 1961માં 32 હજાર વસતી હતી. 1981માં 70 હજાર, 2001માં 1 લાખ અને 2011માં 1.13 લખ વસતી હતી. હાલ 1.25 લાખની વસતી છે. ગાંધીનગર જિલ્લામાં તે બીજા નંબરનું શહેર બની ગયું છે. તેથી રાજકીય પ્રભુત્વ વધી ગયું છે. તેથી સત્તાની સાઠમારી સતત થયા કરે છે.

(દિલીપ પટેલ)

 [:]