[:gj]કુટુંબ દીઠ રૂ.36 હજારનું સરકારી ખર્ચ છતાં મોતનું તાંડવ કેમ ? [:]

[:gj]દરેક કુટુંબ સરકારને રૂ.12000 વર્ષે વેરા પેટે ચકવે છે. જેમાંથી સરકાર આરોગ્ય પાછળ ખર્ચ કરે છે. જે કુટુંબો સરકારી હોસ્પિટલો કે તંત્રનો લાભ નથી લેતા અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે એવા 50 ટકા કુટુંબો બાદ કરવામાં આવે તો બાકી રહેતાં કુટુંબો પાછળ સરકાર વર્ષે રૂ.24,000નું ખર્ચ કરે છે. તેનું અડધું ખર્ચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આમ એક કુટુંબ પાછળ 36,0000 રૂપિયાનું વર્ષે ખર્ચ થાય છે. થતાં 12 લાખ બાળકો અને એટલાં જ દર્દીઓ હોસ્પિટલમાં અને બહાર મોતને ભેટે છે.

ગુજરાત બજેટ 2019-20માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  માટે કુલ રૂપિયા 10,800 કરોડનું ખર્ચ કર્યું હતું.  નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શર કરેલ છે.  ગુજરાતમાં ૭૨ લાખથી વધુ કુટુંબો, એટલે કે ૪ કરોડ વ્યક્તિઓ, લાભાર્થી છે. જેના અમલમાં ગુજરાત રાજ્ય અગ્રીમ છે. અત્યાર સુધીમાં ૪ લાખ ૯૦ હજાર લાભાર્થી દાવાઓ નોંધાયેલ છે અને તેના સારવાર ખર્ચ પેટે રૂ.૮૧૮ કરોડ ચુકવવામાં આવેલ છે.

ગુજરાતની લોકપ્રિય મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત તારીખ ૩૧/૦૫/૨૦૧૯ સુધીમાં ૨૨,૭૫૮ કરોડના ખર્ચે ૧૮ લાખથી વધારે લાભાર્થીઓને સારવાર આપવામાં આવેલ છે. આ યોજના સાથે ખાનગી અને સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો થઇને ૨,૬૩૮ હોસ્પિટલો સંકળાયેલ છે. જે માટે ૧૦૦૦ કરોડની જોગવાઇ. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૪૫૦ કરોડની જોગવાઇ રાજયની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્ય દવાઓ આપવામાં આવે છે. જે માટે ૫૦૦ કરોડની જોગવાઇ.

મલેરિયા, ડેગ્યુ, ચિકનગુનિયા, સીઝનલ લૂ વગેરે રોગોના નિયંત્રણ માટે ૩૧૩ કરોડની જોગવાઈ. રાજયની હોસ્પિટલોમાં તબીબી ઉપકરણો વસાવવા ૯૦ કરોડની જોગવાઈ. ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટેની સફળ બાલસખા-૩ યોજનાનો વ્યાપ વધારી સમગ્ર રાજ્યમાં અમલ કરવા ૮૫ કરોડની જોગવાઈ.

પેટા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે ૧૨૯ કરોડની જોગવાઈ.

તબીબી શિક્ષણ MBBSની ૪૮૦૦, ડેન્ટલની ૧૨૪૦, અનુસ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીની કુલ ૧૯૪૪ બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 [:]